News of Saturday, 13th January 2018

મોરબીના વનાળીયા પાસે અકસ્માતમાં સરપંચના ભાઇના મોતથી અરેરાટી

માળીયા મિંયાણાના વર્ષામેડી નજીક ટેન્કર પલ્ટી ખાતા આઘેડનું મોત

વનાળીયા પાસે સર્જાયેલ અકસ્માતની તસ્વીર.

મોરબી તા. ૧૩ :.. મોરબીના વનાળીયા નજીક અકસ્માતમાં સરપંચના ભાઇનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ મોરબીના વનાળીયા ગામ નજીક બાઇક પર જઇ રહેલા ગણેશ જેઠાભાઇ મેરજા રહે. નારણકાવાળાને ટ્રકના ચાલકે ઠોકર મારતા બાઇક સવાર ગણેશ મેરજા (ઉ.પપ)નું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલે ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે. તેમજ ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી આદરી છે. મૃતક ગણેશભાઇ મેરજા નારણકા ગામના સરપંચના ભાઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. નવલખી રોડ પર વધી રહેલા અકસ્માતનોને પગલે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે.

બીજા બનાવમાં મોરબીની શ્રધ્ધાપાર્ક સોસાયટીના રહેવાસી રવીદાન નારૂભા ગઢવીએ માળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે માળીયાના વર્ષામેડી ગામ નજીક ટેન્કર નં. જીજે-૦૩ વાય ૮પ૩૧ ના ચાલક અબ્બાસ ભટ્ટી ટેન્કર ચલાવી રહ્યા હોય ત્યારે કોઇ કારણોસર ટેન્કર પલ્ટી જતા ટેન્કરમાં સવાર તેના ભાઇ અજીતદાન નારૂભા ગઢવીને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજયુ હતું. માળીયા પોલીસે ટેન્કરના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

વોન્ટેડ આરોપી પકડાયો

એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર. ટી. વ્યાસ સહિતની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી યશપાલસિંહ ઉર્ફે કુલદીપસિંહ ભવાનીસંહ ઝાલા (ઉ.ર૬) રહે. નેકનામ ટંકારા વાળાને ઝડપીને પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.

(12:07 pm IST)
  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST

  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST

  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST