Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

શિવરાજગઢમાં રાત્રી રોકાણ કરતી બસો બંધઃ લોકો ત્રાહીમામ પોકારે છે

એસ.ટી.ને પલિતો ચાંપવાનો પડઘો

ગોંડલ તા.૧૩ : ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે તથા તારીખ ૬ ના રોજ કોઇ વિધ્નસંતોષી હોય શિવરાજગઢ રાત્રી રોકાણ કરતી એસ.ટી.બસને કાંડી ચાંપી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના બાદ એસ.ટી. તંત્ર દ્વારા શિવરાજગઢ રૂટની એસ.ટી.બસ બંધ કરી દેવાતા શિવરાજગઢથી અપડાઉન કરતા ૯૦ જેટલા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તાલુકા પંચાયતના પ્રમુખ ધીરૂભાઇ ખોડાભાઇ વોરા દ્વારા એસ.ટી.તંત્ર પાસે રૂટની બસો શરૂ કરવા માંગ કરવામાં આવી છે આ અંગે તાકીદે નિર્ણય લેવામાં આવે તો ગાંધી ચીધ્યા રાહ્યે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

(12:06 pm IST)