News of Saturday, 13th January 2018

ગોંડલ અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં વિરાટ સરપંચ સંમેલન

૧૮મીએ ૮૦૦ સરપંચ, જીલ્લા - તાલુકા પંચાયત, દૂધ મંડળીના સભ્યો સહિત ૧૧૦૦ને આમંત્રણ

ગોંડલ : સાર્ધ શતાબ્દી મહોત્સવની તૈયારી થઇ રહી છે ત્યારે અક્ષર મંદિરમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૧૩ : અક્ષરદેરી સાર્ધશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારનાં નાગરિકો સારી રીતે આ મહોત્સવનો લાભ લઈ શકે તેવાશુભ હેતુથી તારીખ ૧૮મી જાન્યુઆરીના રોજ વિરાટ સરપંચ સંમેલનનું આયોજન અક્ષર મંદિર, ગોંડલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ૮૦૦ સરપંચો ઙ્ગજિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો, મંડળી અને દૂધ મંડળીના પ્રમુખ સહિત કુલ અગિયારસો મહાનુભાવોને પધારશે.

૧૮મી જન્યુઆરી ૨૦૧૮ના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીએપીએસના વિદ્વાન સંત પૂજય અપૂર્વમુનિ સ્વામી પોતાના પ્રવચનનો લાભ આપશે. તમામ ગ્રામ્ય વિસ્તારનાં તમામ લોકો મહોત્સવ અને પ્રદર્શનખંડોનો વ્યવસ્થિત લાભ લઈ શકે તેવું આયોજન નિહાળીને ડોડિયાળા ગામનાં ઉપસરપંચ નીલેશભાઈએ અહી યોજાનાર સરપંચોની સભામાં આવવાની ખાતરી આપતા ઉત્સાહભેર જણાવ્યું કે, ઙ્કઆવા સમાજ ઉતકર્ષ સંબંધી કાર્યનો લાભ આમારા ગામનાં તમામ સભ્યોને મળે એ જરૂરી છે તથા અહીનાં પ્રદર્શનખંડો ઉતકૃષ્ઠ જીવન જીવવાનો રાહ બતાવે છે. કેસવાળા ગામના સરપંચ કાંતિભાઈ એ પોતાના સ્વાનુભવમાં જણાવ્યું કે, 'આ બધું આયોજન અને કાર્ય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને પ.પૂ. મહંત સ્વામી મહારાજનાં આશીર્વાદ વગર અશકય જેવું જણાય છે.' ધારાલા ગામના મહિલા સરપંચ નીમુબેન માયાની એ અભિપ્રાય આપ્યો કે, 'બીએપીસ સંસ્થા આ એક અદ્વિતીય કાર્ય કરી રહી છે.'

સરપંચ-સભા બાદ સ્વામિનારાયણ નગરની મુલાકાતનો કાર્યક્રમ થશે. આ ભવ્ય મહોત્સવમાં નાનાં ગામડાંનો સામાન્ય માનવ પણ સારી રીતે લાભ માણી શકે તેવું સૂક્ષ્મ આયોજન બીએપીએસ દ્વારા કરવામાં આવ્યું છે.કોઈ પણ ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવ વગર સૌને અહીં એક જ જગ્યાએ, એકસરખો લાભ મળે અને દિવ્ય સાંનિધ્યનો અનુભવ થાયતેવું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક એકતા અને સમાનતાનો સંદેશ આપનારો આ મહોત્સવ એક અપૂર્વ મહોત્સવ બની રહેશે. જેમાં રાષ્ટ્રપતિથી લઈ સરપંચ સુધી બધા જ નેતાઓ,તેમજ વિદ્વાન પંડિતોથી લઈ સામાન્ય ગામના ખેડૂતો પણ એકસાથે સત્સંગનો લાભ લેશે.

(12:04 pm IST)
  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • અમદાવાદમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવી: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવ્યા : સીતારામ ચોક પાસે બન્યો બનાવ : સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 11:44 am IST

  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST