Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

બાબરામાં જીર્ણ થયેલી સરકારી ઈમારતો જમીનદોસ્ત કરવી જરૂરી

બાબરાઃ સરકારી કચેરી કમ્પાઉન્ડની લગોલગ ઉભેલી અને ભુતરડે ભેંકાર જેવી સ્થિતિ નિર્માણ પામેલી ઈમારતો જમીનદોસ્ત કરવાની તાતી જરૂરીયાત વર્તવા પામી છે. બાબરા મામલતદાર કચેરી અને જૂના પોલીસ મથકની લગોલગ ખંઢેર હાલતમાં ઉભેલી મામલતદાર કચેરી કર્મચારી કવાર્ટરવાળી મિલ્કત અતિ જીર્ણ થયેલી હાલતમાં અને સંપૂર્ણ દરવાજા, રૂમ ખુલ્લી હાલતમાં હોવાથી અસામાજીક પ્રવૃતિ કરનારાની અવરજવરની શંકા ઉપજાવી રહી છે. જૂના પોલીસ કવાટર તેમજ મામલતદાર કચેરી સ્ટાફ કવાટર રાજકોટ રોડ ઉપર આવેલ આર. એન્ડ બી. સંકુલ કવાટર તથા તાલુકા પંચાયત કર્મચારી કવાટર વરસોથી અવાવરૂ જગ્યા તરીકે પડતર પડયા છે. તસ્વીરમાં ખખડધજ થઈ ગયેલી સરકારી કચેરીના મકાન નજરે પડે છે.

(11:56 am IST)