News of Saturday, 13th January 2018

દેવભૂમિ દ્વારકામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના શરૂ કરવાનો નિર્ણય થયો

દેવભૂમિ દ્વારકા તા. ૧૩ : રાજય સરકારની સુરક્ષા સેતુ યોજનાના હેતુઓને ધ્યાનમાં રાખી શાળાના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ પોલીસ કેટેટ (એસ.પી.સી.) યોજના શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ યોજના રાજયના સુરક્ષાતંત્ર અને શૈક્ષણિક તંત્ર વચ્ચે સર્જનાત્મક જોડાણ સાબિત થશે. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓ સ્વૈચ્છાએ કાયદાનું પાલન કરે, યુવાપેઢીની મહેનત કરવાની ક્ષમતા વધે અને સિધ્ધિઓના સોપાનો સર કરે, યુવાનોને ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગ તેમજ માર્ગ અને પરિવહન વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, નશાબંધી અને આબકરારી તેમજ માહિતી વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ અને રમત ગમત વિભાગ, ઉર્જા વિભાગ, આપતિ વ્યવસ્થાપત તંત્ર સાથે મળીને ગુના અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં, માર્ગ સલામતિના પ્રોત્સાહન કાર્યક્રમમાં અને આંતરિક સુરક્ષા અને કુદરતી આપતિ વ્યસ્થાપનમાં મદદરૂપ થઇ શકે તેવા સક્ષમ બનાવવાનો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટની જિલ્લ સ્તરની એડવાઇઝર કમિટીની પ્રથમ ત્રિમાસિક મીટીંગ આજે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગોહિલના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિક્ષકની ચેમ્બર, જી.વી.જે. હાઇસ્કુલ કમ્પાઉન્ડ ખંભાળીયા ખાતે યોજાઇ હતી. શ્રી ગોહિલે જણાવ્યું કે ૨૦૧૪ થી અત્યાર સુધીમાં જિલ્લાના કુલ ૧૦૨૬ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ માટે તૈયાર કરવામાં આવેલ છે. અને તાલીમ આપવામાં આવેલ છે.  આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ, આર.ટી.ઓ. કચેરીની કામગીરીની જાણકારી, ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ વાહન ચલાવવાની વગેરે જેવી માહિતી મળી રહે તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહયા છે.

આ બેઠકમાં સીવીલ જજ શ્રી ગુપ્તા, એ.આર.ટી.ઓ.શ્રી ગજજર, રમત ગમત અધિકારીશ્રી રાવલીયા, નાયબ મામલતદારશ્રી ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહયા હતા.(૨૧.૭)

(9:48 am IST)
  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • અમદાવાદમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવી: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવ્યા : સીતારામ ચોક પાસે બન્યો બનાવ : સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 11:44 am IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST