Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીના ટીંબડી પાટિયા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબી માળિયા નેશનલ હાઈવે પર ટીંબડી પાટિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી માળિયા નેશનલ હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડીના પાટિયા નજીકથી પીયુષભાઈ મહેશભાઈ જોષી (રહે-લક્ષ્મીનગર વાળા) ને વિદેશી દારૂની બોટલ નંગ-૫ કીમત રૂ.૧૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

(12:28 am IST)