Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબી અને માળિયા તાલુકાના સિંચાઈ વિહોણા ગામોને કેનાલ દ્વારા સિંચાઈ સુવિધાની માંગ

સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

મોરબી અને માળિયા તાલુકાના ૫૨ ગામોને સિંચાઈની સુવિધા ના હોય જેથી આવા ગામોને કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવા ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે

મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી – માળિયા વિધાનસભાની ગત પેટા ચુંટણી સમયે ભાજપ વરિષ્ઠ આગેવાનો દ્વારા ખેડૂતોને ન્યાય આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને મોરબીની સભામાં તે સમયના મુખ્યમંત્રી દ્વારા પણ આ વાતને દોહરાવવામાં આવી હતી જેથી લોકોએ ભરોસો રાખીને ભાજપને મત આપીને ઉમેદવારને જીતાડ્યા હતા
તો તાજેતરમાં મોરબી ખાતે એક ખાનગી મીટીંગ મળી હતી જેમાં આ ગામો પૈકીના કેટલાક ગામોના તળાવો ભરી આપવા વિચારણા કરવામાં આવી હોવાની માહિતી મળી છે ત્યારે ૫૨ ગામના ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવા માંગ કરી રહ્યા છે નર્મદા યોજનાના વધારાના પાણીની ફાળવણી જો કચ્છ જીલ્લા માં થઇ શક્તિ હોય તો આ મોરબીના ૫૨ ( બાવન ) ગામો ને શામાટે નહી ? જેથી તળાવ ભરવા માંગતા હોય તો ખેડૂતોનો વિરોધ નથી પરંતુ મૂળ માગણી છે કે કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે.

(12:23 am IST)