Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીમાં લૂંટને અંજામ આપી દિલ્હીથી ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

અગાઉ લૂટમાં જેનું બાઈક વપરાયું તે આરોપીને ઝડપી લઈને જેલહવાલે કરાયો હતો

મોરબીના રવાપર રોડ પર બંદુક બતાવીને આંગડીયા કર્મચારીને લૂંટીને દિલ્હી તરફ નાસી ગયેલા બંને ઈસમો દિલ્હીથી ઝડપાયા હોય જે બંને આરોપીઓનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા બાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીને જેલ હવાલે કરવામા આવ્યા છે તો લૂટના બનાવમાં જેનું બાઈક વપરાયું હોય તે આરોપીને રવિવારે ઝડપી લઈને પોલીસે જેલહવાલે કર્યો હતો

મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને રવાપર ચોકડી નજીક આંતરી લઈને બે બાઈકસવાર ઇસમોએ મરચાની ભૂકી છાંટી બંદુક બતાવીને પૈસા ભરેલ થેલામાંથી રોકડ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનારે પ્રતિકાર કરતા રિવોલ્વર જેવા હથિયાર કાઢી અમુક રકમની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા હતા જે બનાવને પગલે પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીઓનું પગેરું મેળવવા તપાસ ચલાવતા આરોપીઓનું પગેરું દિલ્હી અને હરિદ્વાર હોવાનું ખુલતા મોરબી એલસીબી ટીમે દિલ્હી સુધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓ જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ રહે બંગાવડી તા. ટંકારા અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસિંગ રાજપૂત રહે હાલ સુરત મૂળ યુપી વાળો દિલ્હી ખાતેથી મળી આવતા બંને આરોપીની ઝડતી તપાસ કરવામાં આવી હતી જેમાં લૂંટના ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર અને રોકડ રૂપિયા મળી આવ્યા હોય જેથી દિલ્હી પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને રોકડ રકમ રીકવર કરી ધરપકડ કરી હતી.
જે આરોપીઓનો મોરબી પોલીસે કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા હતા અને બંને ઇસમોને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૨ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપ્યા હોય જે રિમાન્ડ આજે પૂર્ણ થતા બંને ઇસમોને જેલહવાલે કર્યા છે તો લૂંટના પ્રકરણમાં આરોપી વિરમ રતાભાઈ કોળીનું બાઈક વપરાયું હોય જે આરોપીને પણ પોલીસે ઝડપી લઈને જેલહવાલે કર્યો હતો.

(12:21 am IST)