Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ત્રાજપર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ

તાલુકા પંચાયતના સદસ્ય જલાભાઈ ડાભી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ

મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા બાબતે મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જલાભાઈ ડાભી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે તેઓના મતવિસ્તારમાં ત્રાજપર-2 નજરબાગ ફિલ્ટરથી માંડલ જતી લાઇનમાંથી આ વિસ્તારને પાણી પૂરું પાડતા હતા. જે લાઇન બંધ કરી દેવામાં આવી છે. ધાર, ખારી વિસ્તાર, યોગીનગર, લક્ષ્મી સોસાયટી, સિલ્વર સોસાયટી, વાણિયા સોસાયટી, શક્તિનગર સહિત આશરે 10 હજારની વસ્તી ધરાવતો આ વિસ્તાર છેલ્લા એક મહિનાથી પાણી વગરનો છે.
આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી મળતું બંધ છે. આથી, આ વિસ્તારના રહીશોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો પાણીના આ પ્રશ્નનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે.

(12:18 am IST)