Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કેશોદના કણેરી ગામના શહિદ થયેલ પેરા મિલેટ્રી ફોસૅના મહેશસિંહ મકકાનો પાથિૅૈવ દેહ કેશોદ આવી પહોંચતા સેંકડો લોકોએ પુષ્પાંજલી અને શ્રધ્ધા સુમન અર્પણ

શહિદ જવાન તેના માતા પિતા અને પત્નિ અને પાંચ વષૅના પુત્રને વિલાપ કરતા છોડી ગયા

   (કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદ: કેશોદના કરેણી ગામના મહિયા ક્ષત્રિય ને પેરા મિલેટ્રી ફોસૅના જવાન મહેશસિંહ મકકા  આસામમાં સિમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા ફરજ દરમ્યાન વિરગતી પામતા તેમનો પાથિૅૈવ દેહ આજે હવાઈ માગેૅ  અમદાવાદ અને ત્યાંથી વાહન માગેૅ બપોરે બાર વાગ્યની આસપાસે કેશોદના જુનાગઢ બાયપાસે આવી પહોંચતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોઍ પુષ્પાંજલી અપીૅ વિર શહિદ જવાન અમર રહોના  નારા લગાવ્યા હતી.

    શણગારેલ ટ્રકમાં રહેલ શહિદનો પાથિૅૈવ દેહ સાથેના વાહનોનો વિશાળ કાફલો જુનાગઢ બાયપાસથી શહેરના મુખ્ય માગોૅ માંગરોળ રોડ બાયપાસથી  શરદચોક, ચારચોક, જુનાગઢ હાઈવે રેલ્વે ફાટક અને ત્યાંથી એરપોટૅ રોડ સોસાયટી વિસ્તારમાં થઈ રાજમહેલ ફુવારા ચોકે પહોંચેલ ત્યારે વિરગતી પામેલ શહિદના અંતિમ દશૅન માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી અને લોકોઍ શહિદને પુષ્પાંજલી સાથે શ્રધ્ધાંજલી અપેૅલ હતી. ફુવારા ચોકથી શહિદ જવાનના વતન કણેરી જવા નિકળેલ ત્યારે કેશોદ સહિત  આજુબાજુના તાલુકાના અને  ગ્રામ્ય વિસ્તારના લોકો,શહેરજનો તેમની અંતિમ યાત્રામાં જવા નિળેલ ત્યારે સામાજિક સંસ્થાના આગેવાનો સહિત ચાર થી પાંચ કિ.મીટરની લાંબી ટુ થ્રિ અને ફોર વિહલ વાહનોની કતારો જોવા મળેલ હતી.વિરગતી પામેલ શહિદના અંતિમ સંસ્કાર કણેરી ગામે તેમના વતનમાં આજે સાંજે ચાર વાગે થનાર હોવાનું જાણવા મળેલછે.સદગત શહિદ માતા પિતા અને પત્નિ અને પાંચ વષૅના પુત્રને વિલાપ કરતા છોડી ગયાછે. 

(4:21 pm IST)