Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

શર્માજીની મુલાકાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાણી

અમરેલી : અમદાવાદ ખાતે ગજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલ પ્રભારી  રઘુનાથ શર્માજી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ  અમિતભાઈ ચાવડા અને ગજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ગજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ  હાર્દિકભાઈ પટેલ સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી.કે. રેયાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ડી.કે. રેયાણીએ ગજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલ  પ્રભારી  રઘુનાથ શર્માજીને શુભેચ્છા પાઠવી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રેયાણીએ અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠનને વિસ્તૃત કરવા બાબતની ચર્ચાઓ વિચારણાઓ કરી અને આગામી ૨ર૦રર ની ચૂંટણીમાં અમરેલીમાં ભાજપને જાકારો આપવા અને જનતાને ભાજપની અણઘડ નિતીનો અરીસો દેખાડવા સંપૂર્ણ તેયારી સાથે નવા સંગઠનની વિસ્તૃત માહિતી આપેલ હતી.

(1:25 pm IST)