Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

લાંબા સમયથી ફરાર આરોપીઓને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી જૂનાગઢ રેન્જ નાસતા ફરતા સ્કવોડ

જુનાગઢ : રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા જુનાગઢ રેન્જના અને રાજય બહારના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમની રચના કરી આ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સા તેમજ ઇ.ચા. પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના સુચન હેઠળ ટીમ બનાવેલ જેના ઇન્ચાર્જ તરીકે આર.એચ.મારૂ, પો.સબ ઇન્સ. પ્ર.પાટણ પો.સ્ટે. નાઓને તેમની ટીમ સાથે રાજસ્થાન રાજય ખાતે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ મોકલી આપેલ. જેમાં ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા પો.સ્ટે.ના ગુ.ર.નં.ફ.૭૫/ર૦૧ર આઇ.પી.સી..ક. ૩૮૧, ૧૧૪ વિગેરે મુજબના કામના આરોપી જરસેદ ઉર્ફે મુરારીખાન મજીદખાન મુસ્લીમ રહે. ગામ માંચી તા.કામા જી.ભરતપુર રાજસ્થાન વાળો છેલ્લા નવેક વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હોય તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે, આ આરોપી પોતાના વતન ખાતે હાજર હોય જેઓને પકડી પાડવા ટીમ દ્વારા આરોપીના રહેઠાણ ગામમાંથી તા.કામા જી.ભરતપુર રાજસ્થાન ખાતે જઇ અલગ અલગ વેશ ધારણ કરી અલગ અલગ જગ્યાએ વોચમા રહી પકડી પાડવામાં આવેલ. તેમજ જુનાગઢ જીલ્લાના બીલખા પો.સ્ટે.ના ગુ.ર.નં.ફ.૧૩/૨૦૧૪ આઇ.પી.સી..ક. ૪૬૫, ૪૬૮, ૧૨૦બી, તથા ગુ.ર.નં.થર્ડ ૭૦/૨૦૧૪ પ્રોહી ક.૬પબી, ૬૫એઇ વિગેરે મુજબના કામના આરોપી રામનિવાસ ઘીસારામ ગુર્જર ઉ.વ.૪૦, રહે.ઢાણી ટોડાવાલી તા.કોટપુતલી જી.જયપુર ગ્રામ્ય (રાજસ્થાન) વાળો છેલ્લા સાતેક વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હોય જેઓ હાલ પોતાના ઘરે હાજર હોય જેથી રાત્રીના સમયે આરોપીના મકાનને કોર્ડન કરી પકડી પાડવામાં આવેલ. સફળ કામગીરી કરનાર ટીમમાં શ્રી આર.એચ.મારૂ, પોલીસ સબ ઇન્સ., પ્ર.પાટણ પો.સ્ટે. જી.ગીર સોમનાથ, અરજણભાઇ મેસુરભાઇ, પોલીસ હેડ કોન્સ. વેરાવળ સીટી પો.સ્ટે. જી.ગીર સોમનાથ, ભુપેન્દ્રસિંહ હકુભા, પોલીસ હેડ કોન્સ., ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ, સંજયભાઇ સવદાસભાઇ, પોલીસ કોન્સ. એ ડીવી. પો.સ્ટે. જુનાગઢ, રઘુવિરસિંહ બાવકુભાઇ, પોલીસ કોન્સ. બી ડીવી. પો.સ્ટે. જુનાગઢ, દુલાભાઇ લખમણભાઇ પોલીસ કોન્સ. બગવદર. પો.સ્ટે. જી. પોરબંદર, પિયુષભાઇ રામજીભાઇ કુતિયાણા પો.સ્ટે., જી.પોરબંદર, રસુલભાઇ ઇબ્રાહીમભાઇ, ડ્રા.એ.એસ.આઇ. ઉના પો.સ્ટે. જી.ગીર સોમનાથ, ચેતનભાઇ ગોવિંદભાઇ આ.સો.ડ્રા. એમ.ટી. શાખા, ગીર સોમનાથ છે.

(1:04 pm IST)