Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભાટીયા પંથકમાં ૯૨ ટ્રી ગાર્ડ ચોરી જનાર ઝડપાઈ ગયો

ખંભાળીયા,તા.૧૨: બામણાસા ગામના પાટીયાથી ભાટીયા તરફના રસ્તાથી સાઈડ ઉપરથી ઝાડને ફરતે લગાવેલ ટ્રી ગાર્ડ (પ્લાસ્ટીકની ઝાડી)ની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીની કલાકોમાં પકડી મુદ્દામાલ કબ્જે કરાયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી માર્ગદર્શન મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટએ  ગુ.ર.ન.૧૧૧૮૫૦૦૩૨૧૧૪૦૫/ ૨૦૨૧ ઈ.પી.કો. કલમ- ૩૭૯ મુજબના કામેના આરોપીને શોધી કાઢવા માટે સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને કલ્યાણપુર પો.સ્ટે.ના પો.સબ ઈન્સ. એફ.બી. ગગનીયા તથા સ્ટાફના એ.એસ.આઈ. પ્રવિણસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ.પરબતભાઈ વરૂ તથા મુકેશભાઈ વાઘેલા તથા ઈન્દ્રસિંહ જાડેજા તથા મોતીબેન જાદવ મહીલા પો.હેડ કોન્સ. પેટોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે બામણાસા ગામના પાટીયાથી ભાટીયા તરફ જતા હાઈ-વે રોડની સાઈડ ઉપરથી જી.આર. કંપની દ્વારા રોડની સાઈડમાં લગાવેલ ટ્રી ગાર્ડ (પ્લાસ્ટીકની ઝાડી)ની ચોરી બામણાસા ગામના પાટીયાથી ભાટીયા તરફ જતા રોડ ઉપર બામણાસા ગામની સિમમાં આવેલ  ગગુભા ટપુભા વાઢેરએ ચોરી કરી પોતાના ખેતરમાં રાખેલ હોય જેથી તુરત જ તેની વાડીએ ઝડતી તપાસ કરતા ગગુભા ટપુભા વાઢેર હાજર મળી આવેલ તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ટ્રી ગાર્ડ (પ્લાસ્ટીકની ઝાડી) કુલ-૯૨, કિ.રૂ.૧૬,૫૬૦/-નો ચોરીમાં ગયેલ હોય જેની તપાસ કરતા આરોપી ગગુભાએ આ ચોરી પોતે કરેલ હોવાનું ખુલવા પામેલ.

આ કાર્યવાહી કલ્યાણપુર પોલીસ સ્ટેશન એફ.બી.ગગનીયા પો.સબ. ઈન્સ. તથા એ.એસ.આઈ.પી.આર. જાડેજા તથા પો.હેડ કોન્સ. પરબતભાઈ વરૂ તથા મુકેશભાઈ વાઘેલા તથા ઈન્દ્રસિંહ જાડેજા તથા નારણભાઈ સદાદીયા તથા મહીલા પો.હેઙ કોન્સ. મોતીબેન જાદવ તથા પો.કોન્સ. સુમાતભાઈ ભાટીયા દ્વારા કરવામાં આવેલ છે.

(1:02 pm IST)