Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીના લખધીરપુર ગામે મહિલાનો ગળેફાંસો ખાઈ આપધાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૨ લખધીરપુર ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છેે. મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર ગામે રહેતા મંજુલાબેન મોહનભાઈ હડીયલ (ઉ.૩૯) કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીલકસ પાન પાસેથી બાઈકની ચોરી

મોરબીમાં રબારીવાસમાં રહેતા વિજયભાઈ જીવણભાઈ કરોત્રા (ઉ.૩૦) નું હીરો કપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ જીજે ૩૬ એબી ૮૯૧૦ કીમત રૂ.૩૦,૦૦૦૦ લીલાપર ચોકડી પાસે આવેલ ડીલકસ વડવાળા પાણી દુકાન પાસે પડેલ હોય ત્યાંથી કોઈ અજાણ્યો ઇસમ ગત તા. ૦૨-૦૯-૨૦૨૧ ના ચોરી કરી લઇ ગયો હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે એક માસ બાદ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

 શ્રમિકને ઢોર માર માર્યો

  મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે શ્રમિકને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ શખ્સોએ શ્રમિકને લોખડના પાઇપ અને સેન્ટ્રીંગના લાકડાના ટુકડા વડે આડેધડ માર મારીને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

 કેરાળા ગામના ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાયા, સાત સામે ગુન્હો  

મોરબીના કેરાળા ગામના રહેવાસી અરવિંદભાઈ -ેમજીભાઈ ચારોલાએ પોલીસ ફરિયાદમાં આરોપી મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા, રાજેશભાઈ આણંદભાઈ જીલરીયા રહે બંને શનાળા બાયપાસ, નરસંગ જેસંગ રાઠોડ રહે નાગડાવાસ, હર્ષદ પરબત ચાવડા રહે નાની બરાર, સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગર રહે ખાખરાળા, ભાવેશભાઈ બાવાજી રહે મોરબી અને સુમિત મળજી ચારોલા રહે કેરાળા (હરીપર) એ વ્યાજે લીધેલ રકમ બાબતે પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાવી છે

 જેમાં આરોપી મહેન્દ્રસિંહ ઝાલા અને રાજેશભાઈ જીલરીયા પાસેથી ૬ ટકા લેખે ૧૨ લાખ નું આઠ મહિનામાં રૂ ૮ લાખ વ્યાજ સહીત કુલ રૂ ૨૦ લાખ લઇ તે રૂપિયા ચુકવવા માટે આરોપી નરસંગ રાઠોડએ રૂ ૧૨ લાખનું ૮ લાખ વ્યાજ સહીત કુલ રૂ ૨૦ લાખ લઇ આરોપી હર્ષદ ચાવડાએ પણ રૂ ૩૫ લાખ મહિનાના ૩.૫ ટકા વ્યાજ લઇ ૧૨ વીઘા જમીનનો દસ્તાવેજ કરી આરોપી સાગર ડાંગરે પણ રૂ ૭ લાખ ૫ ટકા વ્યાજે આપી વ્યાજ પેટે ૪૫ હજાર લઇ વ્યાજ સહીત ૧૫ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી આરોપી ભાવેશ બાવાજીએ ૧ લાખના રોજ ૧૦૦૦ લેખે વ્યાજે આપી રૂ ૨૦ હજાર વ્યાજ લઈને રૂ ૪.૫ લાખની પઠાણી ઉઘરાણી કરી આરોપી સુમિત ચારોલાએ કલ્પેશભાઈ બારોટને રૂ ૨ લાખ મહિનાના ૩.૫ ટકા વ્યાજે આપી મહીને ૭ હજાર વ્યાજ લઇ તે રૂપિયા વ્યાજ સહીત ફરિયાદી અરવિંદભાઈ ચારોલા પાસે માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે સાત ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

  ટીંબડી પાટિયા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

 મોરબી માળિયા નેશનલ હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડીના પાટિયા નજીકથી પીયુષભાઈ મહેશભાઈ જોષી રહે-લક્ષ્મીનગર વાળાને વિદેશી દારૂની બોટલ નંગ-૫ કીમત રૂ.૧૫૦૦ સાથે ઝડપી પાડી  કાર્યવાહી હાથ ધરી છે.

  કારમાં બીયરના જથ્થા સાથે  ઝડપાયો

 મોરબી એ ડીવીઝન પોલીસે લીલાપર રોડ પર પાંજરાપોલ સામેથી સ્વીફટ કારમાંથી બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર રોડ પાંજરાપોળ સામે એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તેની પોલીસે તલાસી લેતા તેમાંથી બીયરના ટીન નંગ-૩૬ કીમત રૂ.૩૬૦૦ નો મુદામાલ વેચાણ કરવા ઈરાદે મળી આવતા મુદામાલ કબજે કરી આરોપી રવિભાઈ રાજુભાઈ જીલરીયાને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 જુગાર રમતા ચાર ઝડપાયા

 મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરમાં પ્રજાપત કારખાના પાછળના ભાગે જાહેરમાં જુગાર રમતા કેશુભાઈ અરજણભાઈ અગેચાણીયા, અશોકભાઈ લોકચંદભાઈ ચંદાણી, સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા, અને રાજુભાઈ અરજણભાઈ અગેચણીયાને રોકડ રકમ રૂ.૧૦,૪૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:11 pm IST)