Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીમાં બે વર્ષથી નિરંતર ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને રજાનો લાભ આપવા માંગ

મોરબી : છેલ્લા બે વર્ષથી સતત એકપણ રજા વિના ફરજ બજાવતા કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને શનિવાર-રવિવાર અને જાહેર રજાઓનો લાભ આપવા માંગ કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા જીલ્લા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં કરોનાએ હાહાકાર મચાવ્યો હોય ત્યારે ગુજરાત રાજ્ય પણ બાકાત રહ્યું ના હતું ત્યારે મહામારીના સમયમાં આરોગ્ય કર્મચારીઓએ દિવસ રાત કામ કર્યું હતું અને સૌ સાથે મળીને મહદ અંશે કોરોનાને કાબુ કરી શક્યા છીએ છેલ્લા બે વર્ષથી આરોગ્યના તમામ કર્મચારીઓ કોઈપણ રજા ભોગવ્યા વિના સતત કામ કરી રહ્યા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસનું પ્રમાણ ઓછું થઇ ગયું છે તેમ છતાં સામાજિક પ્રસંગો, ધાર્મિક તહેવારો અને શનિવાર તેમજ રવિવારની રજાઓમાં અને જાહેર રજાઓમાં આરોગ્ય કર્મચારીઓને જુદી જુદી કામગીરી સોપવામાં આવતી હોય છે જેથી આરોગ્ય કર્મચારીઓને રજાઓનો લાભ આપવા માટે માંગ કરી છે.

(12:10 pm IST)