Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગુજરાત રાજયની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી સાથે રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનોની મુલાકાત

વિરપુર : ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ એક શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજપૂત સમાજના મહત્વના પ્રશ્નોે અંગે યોગ્ય કરવા બાબત મુખ્યમંત્રીને વિનંતી કરેલ હતી. જેમાં (૧) વિધવા મહિલાઓને હાલ રૂ.૧૦૦૦/- માસિક સહાય મળે છે જે તે ખૂબ જ ઓછું છે તેમાં વધારો કરી રૂ. ૫૦૦૦/- કરવા તેમજ (૨) સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશી રજવાડાઓ યાદમાં સત્વરે સંસ્કૃતિનું ઐતિહાસિક મ્યુઝિયમ બનાવવા જમીન ૨૫ એકર ફાળવવી,બજેટ ફાળવી, કામગીરી ચાલુ કરવી.  (૩) અનામત સંદર્ભમાં બધા જ બીન અનામત વર્ગોનો સર્વે કરવા ખાસ પંચની રચના કરવી અને તેને ત્રણ મહિનામાં અહેવાલ બનાવી બધી જ્ઞાતિઓ દા.ત. પાટીદાર, રાજપૂત, બ્રહ્મસમાજ વિ.માટે એકસરખો જ પ્રક્રિયા કરી જરૂરીયાતમંદ વર્ગને લાભ આપવો.(૪) રાજકીય ક્ષેત્રે રાજપૂત સમાજને સતત અન્યાય થઇ રહ્યો છે.તે બાબત ધ્યાને લઇ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપી ન્યાય અપાવી યોગ્ય કાર્યવાહી કરવી.(૫) જમીન રીસર્વેમાં કર્મચારીઓની ભૂલના કારણે પોતાની જમીન છે તેવું સાબિત કરવા સામાન્ય ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવા પડે તે અન્યાય કરતા છે તેના માટેની મુદત એક વર્ષ લંબાવી જે તે ગામમાં ટીમ મોકલી પ્રશ્નોેનું નિરાકરણ કરવા યોગ્ય કરવું. (૬) રાજપૂત સમાજને સામાજીક શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જમીન ફાળવણીવામાં અન્યાય થઈ રહ્યો છે. તેના માટે અલગથી તારીખ અને સમય ફાળવી સમાજના પ્રતિનિધિઓ સાથે મિટીંગનું આયોજન કરવા યોગ્ય વિનંતી કરવામાં આવી હતી,મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં રાજપૂત વિધાનસભા ગુજરાત અને ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના અગ્રણીઓ,વડીલો,આગેવાનો સહિત યુવાનો હાજર રહ્યા હતા એમ યુવા એડવોકેટ સેજપાલસિંહજી રાણા અને ધ્રુવરાજસિંહજી ચુડાસમાની યાદીમાં જણાવાયું હતું.

(12:08 pm IST)