Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ધ્રાંગધ્રાના બાઇસાબ ગઢ જંગલમાં માટી ચોરી કરતા બે ઝડપાયા

વઢવાણ,તા. ૧૨: સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા જુદા-જુદા વન ગુન્હા અન્વયે છેલ્લા બે વર્ષથી આકરૂ વલણ અપનાવવામાં આવેલ છે. જંગલ વિસ્તારમાંથી ચરીયાણ, માટી ચોરી, રેતી ચોરી કે ગેરકાયદેસર ખનન પ્રવૃત્ત્િ।ઓ અટકાવવા માટે વનકર્મચારીઓ દ્વારા સદ્યન પેટ્રોલીંગ કરવામાં આવે છે, તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પેટ્રોલીંગનું મોનીટરીંગ કરવામાં આવે છે અને કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્ત્િ।ઓ સામે કાયદેસરના પગલાઓ લેવામાં આવે છે. સુરેન્દ્રનગર વન વિભાગના મોટા ભાગના યુવા કર્મચારીઓ હોવાને લીધે ફિલ્ડમાં ખુબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

તા.૯/૧૦/૨૦૨૧ના રોજ સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રા બાઇસાબગઢ જંગલ સર્વે નં.ર૯૧ના વિસ્તારમાંથી રાત્રે ૧.૦૦ કલાકે નાઇટ પેટ્રોલીંગ કરીને વનકર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરી ચોરી કરતા ઇસમો વિરુધ્ધ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ અન્વયે કાર્યવાહી કરવામાં આવી જેમાં (૧) યુનુસભાઇ હાસમભાઇ મોવર ઉ.વ.૩૦ રહે.ધ્રાંગધ્રા (ર) રસુલભાઇ હારૂનભાઇ લધાની ઉ.વ.૩ર રહે, ધ્રાંગધ્રાને રાત્રી દરમ્યાન જંગલમાંથી માટી ચોરી કરી રહ્યા હતા તે દરમ્યાન રે.કો.ઓ.ધ્રાંગધ્રા જેપી દેગામ તથા વનપાલ પી.એમ.ગોહિલ તથા વનરક્ષક એમ.એન.કડ, વી.સી.રોજાસરા, એમ.એલ,સાકરી તથા  આર.જે.બળીયાવદરાએ આ ગુન્હા હેઠળ ગુન્હામાં સંડોવાયેલ ટ્રેકટર તથા ઇસમોને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે બાબતની માહીતી ગામ લોકોને થતા આવી ગેરકાયદેસર પ્રવૃત્ત્િ।ઓમાં સંકળાયેલા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. નાયબ વન સંરક્ષકશ્રીએ ધ્રાંગધ્રા વનકર્મીઓની આ કામગીરીને બિરદાવેલ છે.

(10:57 am IST)