Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વાંકાનેરમાં નવરાત્રી પર્વે પ્રાચીન ગરબી મંડળમાં બાળાઓ દ્વારા 'રાસ ગરબા' રમઝટ

 વાંકાનેર :  વાંકાનેર શહેરમાં આસોના રૂડાના 'માં'ના નવરાત્રી પર્વે વાંકાનેર ની દરેક પ્રાચીન ગરબી મંડળમાં નાની નાની બાળાઓ દ્વારા 'રાસ ગરબા'ની રંગત જામી છે વાંકાનેર માં દરબાર ગઢ માં આવેલ 'શ્રી કૃષ્ણ ગરબી મંડળ'માં અનેરા સંગીતની શેલી સાથે નાની નાની બાળાઓ માતાજીની આરાધના કરી માતાજીના ગરબાની રંગત જામી છે કૃષ્ણ ગરબી મંડળમાં 'મોગલ છેડતા કાળો નાગ'ના રાસની તસ્વીર તેમજ અહીંના પ્રતાપ ચોકમાં રાસ ગરબા લેતી બાળાઓ નજરે પડે છે તેમજ વાંકાનેર મોરબી રોડ ઉપર અરૂણોદય સોસાયટીમાં આવેલ શ્રી વિસાત માતાજીના મંદિરે નાની નાની બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહેલ છે જે તસ્વીર આ ઉપરાંત વાંકાનેરમાં ધર્મ ચોક શ્રી ખોડિયાર ગરબી મંડળ, જીનપરા ચોક, શ્રી વાસુકી યુવક મંડળ દ્વારા ચાલતી ગરબી મંડળ , મિલપ્લોટમાં શ્રી ખોડિયાર ગરબી મંડળ આ ઉપરાંત ૨૦ જેટલી પ્રાચીન ગરબી મંડળમાં આસોના રૂડા નવરાત્રીમાં રાસ ગરબાની રમઝટ વાંકાનેરમાં જામી છે તેમજ વાંકાનેર શહેરમાં આવેલ શ્રી ગાયત્રી મંદિરમાં પણ નવરાત્રીના પાવન પર્વે આ દિવ્ય પાવન ભૂમિમાં નવ દિવસ સુધી દરરોજ સાંજના ૬ થી ૮ સુધી નાની નાની બાળાઓ માતાજી ની આરાધના કરી માતાજીના ગરબાની રંગત જમાવે છે. (તસ્વીરઃ હિતેશ રાચ્છ-વાંકાનેર)

(10:36 am IST)