Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીના લીલાપર રોડ પર પાંજરાપોલ સામેથી સ્વીફટ કારમાંથી બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી એ ડીવીઝન પોલીસે લીલાપર રોડ પર પાંજરાપોલ સામેથી સ્વીફટ કારમાંથી બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર રોડ પાંજરાપોળ સામે એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તેની પોલીસે તલાસી લેતા તેમાંથી બીયરના ટીન નંગ-૩૬ કીમત રૂ.૩૬૦૦ નો મુદામાલ વેચાણ કરવા ઈરાદે મળી આવતા મુદામાલ કબજે કરી આરોપી રવિભાઈ રાજુભાઈ જીલરીયાને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

(11:14 pm IST)