Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીની લીલાપર ચોકડી ડીલક્સ પાન પાસેથી બાઈકની ચોરી;મોરબી તાલુકા પોલીસે એક માસ બાદ ગુન્હો નોંધ્યો

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ ડીલક્સ વડવાળા પાનની દુકાન પાસેથી યુવાનનું બાઈક ચોરી થયું હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે એક માસ બાદ ગુન્હો નોંધ્યો છે

મળતી માહિતી મુજબ મોરબીમાં રબારીવાસમાં રહેતા વિજયભાઈ જીવણભાઈ કરોત્રા (ઉ.૩૦) નું હીરો કપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ જીજે ૩૬ એબી ૮૯૧૦ કીમત રૂ.૩૦,૦૦૦૦ લીલાપર ચોકડી પાસે આવેલ ડીલક્સ વડવાળા પાણી દુકાન પાસે પડેલ હોય ત્યાંથી કોઈ અજાણ્યો ઇસમ ગત તા. ૦૨-૦૯-૨૦૨૧ ના ચોરી કરી લઇ ગયો હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે એક માસ બાદ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી

(11:15 pm IST)