Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જુનાગઢ કોવિડ હોસ્પિટલમાં ૬૦ વર્ષિય કાંતિભાઇ સુરેજા અને પપ વર્ષના અરૂણાબેન અંટાળાને નવુ જીવન મળ્યું

તુલજા ભવાનીમાં ડો. ચિંતન યાદવ સહિત ૬ તબીબોની ટીમ દ્વારા ૪પ૦ દર્દીને સાજા કરાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧ર : તુલજા ભવાની હોસ્પિટલમાં કાર્યરત એવી કોવિડ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ રહી છે.

જેમાં ડો. ચિંતન યાદવ, ડો. શૈલેષ જાદવ, ડો. પારિતોષ પરમાર તેમજ આકાશ પટોળીયા, ડો. તુષાર સખરેલીયા, ડો. દિપક ચોથાણી સહિત ૬ ડોકટરોએ દિવસ રાત જોયા વગર પોતાના જીવની અને પરિવારની પરવા કર્યા વગર સાચા કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી રહ્યા છે. આ છએ છ નવ યુવાન તબીબોની ટીમ દ્વારા ગઇકાલે ખૂબ ગંભીર અવસ્થામાં કોરોનાના કારણે ફેફસાના ઇન્ફેકશનને લઇ શ્વાસ લેવામાં તકલીફ પડતા અને વધુ પડતા સંક્રમિત થયેલ ગંભીર હાલતમાં આ હોસ્પિટલોમાં દાખલ થયેલ. ૬૦ વર્ષના કાંતિભાઇ સુરેજા તેમજ અરૂણાબેન અંટાળા ઉ.વ.પપને તાત્કાલીક સારવાર આપી નવજીવન આપ્યું હતું.

અને ડો. ચિંતન યાદવ અને ડો. શૈલેષ જાદવ અને તેની સમગ્ર ટીમે અત્યાર સુધીમાં ૭પ એકદમ ગંભીર દર્દીઓને મોતના મુખમાંથી બચાવેલ અને ૪પ૦થી વધુ દર્દીઓને કોરોના મુકત બનાવવામાં સફળ રહ્યા છે.

(1:02 pm IST)