Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ટંકારા કોર્ટમાં કેસ વિડ્રો થવાના અણસારથી રાજકીય નેતાઓને રાહત

પાટીદાર અનામત આંદોલન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ દાખલ થયેલા : તમામ નેતાઓએ સરકાર કેસ વીડ્રો કરવાની ખાત્રીનું પાલન કરવાની આશા વ્યકત કરી હતી

(હર્ષદરાય કંસારા-ટંકારા-પ્રવિણભાઇ વ્યાસ -મોરબી દ્વારા) ટંકારા તા. ૧ર : ગુજરાતમાં રાજકીય બનાવને પગલે દેખાવો યોજવા બદલ સહિતના કારણોસર જાહેરનામાના ભંગ બદલ હાર્દિક પટેલ, ધારાસભ્ય લલીત કગથરા સહિતના રાજકીય નેતાઓ સામેના ટંકારા કોર્ટમાં રાહત મળયાનું જાણવા મળેલ છે.

અગાઉ સરકારે રાજકીય અગ્રણીઓ સામેના કેસો પરત ખેચવાની જાહેરાત કરેલ પરંતુ સરકારના આદેવશના કાગળો (હુકમ) કોર્ટ સુધી પહોંચ્યા ન હોલ હાલ પુરતા કોર્ટે તમામ આરોપીઓએ આજે જવા દીધા છે.

પ્રાપ્ત વિગત મુજબ આજે ટંકારા કોર્ટમાં સને ર૦૧૭ ના જાહેર નામાના ભંગ સબબ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના ધારાસભ્ય લલિત કગથરા, લલીતવસોયા, રેશ્મા પટેલ, મહેશ રાજકોટીયા, વરૂણ પટેલ સહિતના નેતાઓ સામે કેસ નોંધાયેલ હોય ટંકારા, કોર્ટે લગભગ ૩૦ રાજકીય નેતાઓ અને કાર્યકરો સામે સમન્સ ઇસ્યુ કરેલ હોય તમામ લોકો આજે ટંકરા કોર્ટમાં હાજર થયા છે.

કોર્ટના સમન્સને લઇને ટંકારા હાર્દિક પટેલ સહિત બે સિટિંગ ધારાસભ્યો સહિત ૩૦ જેટલા નેતાઓ કોર્ટમાં એક સાથે હાજર થતા લોકોના ટોળા કોર્ટ નજીક નેતાઓને જોવા ઉમટી પડયા હતા.

આજે એક વિચિત્ર કિસ્સો પણ નેતાઓ વચ્ચે જોવા મળ્યો હતો. એક સમયના સાથી મિત્રો અને હાલ જુદા-જુદા રાજકીય પક્ષો સામેના નેતાઓ ચુંટણીને લઇને ખુલીને વાતો કરતા નજરે પડયા હતા.

સરકારના આદેશ મુજબ કેસ વિડ્રો કરવાનો થતો હોય પરંતુ ગૃહ ખાતામાંથી સંબંધીત હુકમની નકલો કોર્ટને મળેલ ન હોય આજે ટંકારાની સિવિલ કોર્ટના ન્યાયમૂર્તિએ તમામ આરોપીઓે(રાજકીય નેતાઓને) જવા દીધા છે.

મળતી વિગત મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પાટીદાર આંદોલન સમયે મંજૂરી વગર વર્ષ ૨૦૧૭ માં સભા યોજવાનો અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો જેમાં પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઇ કગથરા, લલીતભાઈ વસોયા, કિશોરભાઈ ચીખલિયા સહિતના ૩૪ જેટલા લોકો ઉપર ફરિયાદ નોંધાઈ હતી જેના અનુસંધાને આજે ૩૦ લોકો ટંકારા કોર્ટ ખાતે હાજર થયા હતા.સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કેશોનો ઝડપથી નિકાલ કરવાની પ્રતિબધ્ધતા અનવયે ટંકારાના જજના એસ.એન.પુંજાણી દ્વારા ઉપરોકત વર્ષ ૨૦૧૭ ના જાહેરનામાના ભંગના ગુનામાં સમન્સ આપીને હાર્દીક પટેલ સહિતના તમામ રાજકારણીઓને હાજર રહેવા માટે કહ્યુ હતું જે અનુસંધાને આજે તમામ હાજર રહ્યા હતા.જો કે પાટીદાર આંદોલન બાદ આંદોલનના આગેવાનોએ સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને સરકારે મોટાભાગના કેસો પાછા ખેંચી લેવાની વાત કરી હતી.

જે અનુસંધાને રાજય સરકાર દ્વારા આ કેસ પાછો ખેંચવાનો થતો હોય કલેકટર દ્વારા આ કેસને વિથડ્રો કરવા માટે કોર્ટમાં પક્ષ રજુ કર્યો હતો. જેથી કોર્ટે ઉપરોકત કેસ વિથડ્રો કરેલ છે.જેતે સમયે બે ધારાસભ્યો સહિત કુલ ૩૦ સામે કરવામાં આવી હતી.કેસ વિડ્રો કરવાની સરકારની જાહેરાતના પેપર ન પહોચ્યા હોવાથી આરોપીઓને બોલાવાયા હતા.હાલમાં ટંકારા સિવિલ કોર્ટે હાર્દિક પટેલ સહિતના તમામ લોકોને જવા માટે કહેલ છે.

મોરબી-માળીયાની પેટા ચુંટણીમાં પાટીદારોને રીજવવા માટેનો આ સરકારનો પ્રયાસ છે તેમ ગીતાબેન પટેલે જણાવીને વેચાઇ ગયેલ માલ ઉપર મતદારો ભરોસો નહી કરે અને કોંગ્રેસ ફરી વિજયી બનશે તેવો આશાવાદ દર્શાવ્યો હતો.જયારે રેશામાબેન પટેલે જણાવ્યુ હતુ કે, સરકારના ઇશારે જ જાહેરનામાના ભંગના ગુનામાં આતંકવાદીઓની જેમ આગેવાનો સાથે વ્યવહાર કરાયો હતો.જયારે વરૂણ પટેલે જણાવ્યુ હતુ કે ગૃહમંત્રી સાથે વાત થઇ છે માટે વહેલી તકે કેસ પાછા ખેંચાઇ જશે તેવી અમને આશા છે. વરૂણ પટેલના તરફેથી મોરબી જિલ્લા બાર એસોસિયેશનના સેક્રેટરી મહિધરભાઇ દવે તેમજ અન્ય પક્ષકારોના તરફેથી મોરબી જિલ્લા બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ અગેચાણીયા રોકાયેલા હતા.

(3:29 pm IST)