Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ધોરાજીમાં મોટી હવેલી ખાતે દિવ્ય મનોરથ યોજાયો

પોરબંદરના સાંસદે દિવ્ય દર્શનનો લાભ લીધો

ધોરાજી તા.૧૨ : ધોરાજી માં પ્રાચીન ૩૦૦ વર્ષ જૂની પુષ્ટિ સંપ્રદાયની મોટી હવેલી ખાતે પવિત્ર પુરૂષોત્ત્।મ માસ નિમિત્ત્।ે દિવ્ય મનોરથ યોજાયો હતો આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક એ હાજરી આપી પૂજય ગોસ્વામી ના આશીર્વાદ મેળવ્યા હતા

ધોરાજીના પૃસ્ટી સંપ્રદાયની પ્રસિદ્ઘ હવેલી યદુનાથજી હવેલી ખાતે પૂજય ગોસ્વામી શ્રી પ્રમોદકુમાર મહોદયશ્રી તથા પૂજય ગોસ્વામી શ્રી અભિષેક કુમાર મહોદય શ્રી ની પાવન ઉપસ્થિતિમાં પવિત્ર પુરૂષોત્ત્।મ માસ નિમિત્ત્।ે દિવ્ય મનોરથ યોજાયો હતો આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ જીલ્લા મહામંત્રી અને અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પૂજયપાદ ગોસ્વામીશ્રી પ્રબોધકુમાર મહોદયશ્રી તેમજ પુજયપાદ ગોસ્વામી અભિષેકકુમાર મહોદયશ્રીએ પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક તેમજ કિશોરભાઇ રાઠોડ, વિનુભાઇ માથુકીયા, વિજયભાઇ બાબરીયા, મનીષભાઇ કંડોલીયા વગેરેનું પ્રસાદીનું ઉપેણું પહેરાવી આશિર્વાદ પાઠવ્યા હતા

(11:51 am IST)