Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વડિયા તાલુકા બાર અને નોટરી એસોસિએશન દ્વારા ઠરાવ બાબતે મામલતદારને આવેદન

વડિયા તા.૧૨:ગુજરાતની ગતિશીલ સરકાર દ્વારા આજના આધુનિક યુગ પ્રમાણે ગામડામાં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી ગામડાને ડીઝીટલ બનાવવા ૨૨(બાવીશ )પ્રકાર ની સેવાઓ ગામડામાં ઓનલાઇન કરી ગ્રામપંચાયતમાં તલાટી મંત્રી હસ્તક ની કામગીરી કરવાની સતા બાબતનો ઠરાવ કરવામાં આવ્યો જેમાં જે સોગંદનામા અને નોટરી મારફત થતા હતા. તે સતા સરકાર દ્વારા તલાટી મંત્રીને આપતા વકીલો આ ઠરાવનો વિરોધ સમગ્ર રાજયના નોટરી અને વકીલ મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વડિયાના નોટરી અને વકીલ મંડળ દ્વવારા પણ મામલતદારને આવેદનપત્ર આપીને આ મનસ્વી નિર્ણય નો વિરોધ કર્યો હતો. તેમાં જણાવ્યા મુજબ તલાટી મંત્રી ત્રીજા વર્ગના કર્મચારી છે તેઓનો સમાવેશ વર્ગ બે જે ગેઝેટેડ અધિકારી તરીકે થતો નથી અને આવી કોઈ કાયદાકીય જોગવાઈ પણ ના હોય છતાં સરકાર દ્વવારા મનસ્વી રીતે સોગંદનામાની સતા તલાટીમંત્રી ને આપી અને વકીલો અને નોટરીને અન્યાય કરેલ છે. આ પ્રકારની સતા આપવાથી અધૂરા અભ્યાસથી ખોટા સોગંદનામા થવાની પુરી શકયતા ઓ રહેલી છે અને તેને કારણે પ્રજાને નુકશાની અને ભ્રષ્ટાચાર પણ વધવાની શકયતા છે. તો સરકાર દ્વવારા લેવાયેલા આ નિર્ણયને સમગ્ર રાજયનું વકીલ મંડળ સખત શબ્દો માં વખોળે છે અને જો સરકાર આ મનસ્વી નિર્ણય પરત નહિ લે તો આવનારા સમય માં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

વડિયા તાલુકાના નોટરી ભીખુભાઇ વોરા, વિપુલભાઈ રાંક, યોગેશભાઈ દવે, મકવાણાભાઇ વગેરે એ હાજર રહી આવેદનપત્ર વડિયા મામલતદાર ને આપી આ ઠરાવ રદ કરવાની માંગણી કરી હતી.

(11:46 am IST)