Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વિરપુરમાં અપહરણ ગુન્હનાનો વડીયાના ઢુંઢીયા પીપળીયાનો આરોપી રાહુલ ચુડાસમાને ભુજ ખાતેથી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચે પકડયો: ભોગ બનનાર બાળાને પરત કરાઈ

રાજકોટ: જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર  એ આર.ગોહીલ ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના પો.હેડ કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ એમ બધાની એક ટીમ બનાવી વિરપુર પો.સ્ટેના પાર્ટ એ.ગુ.ર.નં .૪૭૨ા ૨૦૨૦ આઇ . પી.સી.ક .૩૬૩,૩૬૬ મુજબના કામનો આરોપી રાહુલ વીરજીભાઇ ચુડાસમા, રહે.ઢુંઢીયા પીપળીયા તા.વડીયા જી.અમરેલી વાળો ભોગબનનારને ભગાડી ગયેલ હોય જેને પકડવા કચ્છ - ભુજ ખાતે મોકલતા આરોપી તેમજ ભોગબનનારને શોધી અને વિરપુર પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરેલ છે . પકડાયેલ આરોપી : ( ૧ ) રાહુલ વીરજીભાઇ ચુડાસમા જાતે અનું.જાતિ (ઉવ .૨૪ ) રહે. ઢુંઢીયા પીપળીયા તા.વડીયા જી.અમરેલી તેમજ ભોગબનનાર બાળાને પરત કરેલ છે . 

આ તપાસમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર  એ.આર.ગોહીલ તથા પો.હેડ.કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા સાહિલભાઈ ખોખર સહિતના રહેલ અધિકારી / કર્મચારીઓ મદદમાં રહ્યા હતા.

(9:48 pm IST)