Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં બે કલાકમાં ચાર ઇંચ : જામનગર જિલ્લાના ધ્રોલમાં બે ઇંચ : ભાણવડમાં દોઢ ઇંચ : ભુજ - લાલપુર અને પાલીતાણામાં એક ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત

રાજકોટ::: ગઈકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાતાવરણમાં પલટો આવ્યો છે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે. આજે બપોરે ૨થી ૪ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં બે ઇંચ વરસાદ પડ્યો છે ભાણવડમાં દોઢ ઇંચ  વરસાદ પડ્યો છે.ભુજ - લાલપુર અને પાલીતાણામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત છે.

       આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં અડધો ઇંચ તથા માણાવદર અને માળિયાહાટીનામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

          દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે ભાણવડમાં દોઢ ઇંચ અને ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.  

       જામનગર જિલ્લાના ધ્રોલ માં બે કલાકમાં બે ઇંચ જ્યારે લાલપુરમાં એક ઇંચ અને કાલાવડમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે.

       પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં પોણો  વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક ઇંચ વરસાદ પડ્યો છે.

        કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. આજે બપોરે ત્રણ ઇંચ વરસાદ વરસ્યા બાદ ભુજમાં બપોરે ૨થી ૪ દરમિયાન વધુ એક ઇંચ વરસાદ વરસતા એક દિવસમાં ચાર કલાકમાં ચાર ઈચ વરસાદ પડ્યો છે અંજાર અને મુન્દ્રામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

             રાજકોટ શહેરમાં સાંજે 04:30 વાગ્યે મિશ્ર હવામાન યથાવત છે અને બફારો થઈ રહ્યો છે.

        ખંભાળિયા

ખંભાળિયા:::૧૩ દિવસ ના વિરામ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેધરાજાની સવારી આવી પહોંચી છે. સવાર થી વાદળછાયુ વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો.ભારે ગાજવીજ સાથે મેધ રાજાની તોફાની સવારી શરૂ થઈ હતી.ખંભાળીયા,ભાણવડ,કલ્યાણપુર તાલુકામા

વરસાદ પડ્યો છે.વરસાદ થી લોકોને અસહ્ય ઉકળાટ થી રાહત મળી છે.બીજી તરફ ખેડૂતો પોતાના પાક ને લઈને  ચિંતામાં મુકાયા છે.

(4:47 pm IST)