Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભુજમાં કડાકા-ભડાકા સાથે ર કલાકમાં ૩ ઇંચ

અંજારમાં પોણા બેઃ ગાંધીધામ-રાણાવાવ-જામજોધપુરમાં ૧ અને પોરબંદરમાં અડધો ઇંચ

પ્રથમ તસ્વીરમાં ભુજમાં અને બીજી તસ્વીરમાં જામજોધપુરમાં પડેલ વરસાદ નજરે પડે છે.

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જ કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

આજે બપોરના ૧ર થી ર દરમિયાન કચ્છ-ભુજમાં ર કલાકમાં દે ધનાધન ૩ ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત અંજારમાં પોણા ર ઇંચ, ગાંધીધામમાં એક ઇંચ અને ભચાઉમાં ઝાપટા વરસ્યા હતાં.

જયારે પોરબંદરમાં અડધો ઇંચ અને રાણાવાવમાં એક ઇંચ વરસાદ પડયો છે.

જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં અડધો ઇંચ અને કલ્યાણપુરમાં વરસાદી ઝાપટા પડયા છે.

જયારે જામનગર જીલ્લાના જામજોધપુરમાં એક ઇંચ વરસાદ પડયો છે.

રાજકોટમાં પણ મિશ્ર વાતાવરણ સાથે ધુપ-છાંવ યથાવત છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ કચ્છમાં ગાજવીજ સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ આજે બપોરે એક વાગ્યા આસપાસ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ભુજ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગાંધીધામ સંકુલમાં કંડલા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે.

કચ્છના લાખોદ અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.અંજારના તાલુકા ગામડાંઓમાં  વરસાદ વરસી રહ્યો છે.

આ ઉપરાંત ભીમાસર, વરસામેડી, વિસ્તારમાં વરસાદ પડ્યો છે.અંજાર શહેર માં વરસાદી વાતાવરણ વચ્ચે  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.વરસાદના પગલે ઠેર ઠેર પાણી વહી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ જામજોધપુરમાં આકાશમાં ધોર અંધારા સાથે બપોરે ૧ર કલાક દરમ્યાન વરસાદનું આગમન થવા પામ્યુ હતું. વરસાદથી મુખ્ય બજારની રોડ ઉપર પાણી ચાલુ થઇ ગયા હતા. એક ઇંચ વરસાદ પડયો હતો.

(3:27 pm IST)