Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કાચા કામનાં કેદીના મોતનાં મામલે જુનાગઢ જેલમાં એસ.પી. બન્નો જોષી દ્વારા તપાસ

રાજકોટ જેલના એસ.પી. મૃતકનાં પરિવારને પણ મળ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧રઃ  કાચા કામના કેદીના મોતનાં મામલે રાજકોટ જેલના એસ.પી. બન્નો જોશીએ જુનાગઢ જેલમાં તપાસ કરી હોવાનું અને મૃતકનાં પરિવારને પણ મળ્યા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લા જેલમાં મેરાજશા ઇસ્માઇલશા રફાઇ (ઉ.વ.ર૬) નામનાં કેદીનું તાજેતરમાં મોત થયેલ.

આ મામલે મૃતકનાં પરિવારે જેલર અને અન્ય શખ્સ દ્વારા માર મારવામાં આવતા મેરાજરાનું મોત થયું હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે પગલા લેવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો છે.

આ પ્રકરણની તપાસ માટે ગઇકાલે રાજકોટ જેલના એસ.પી. બન્નો જોશી જુનાગઢ આવ્યા હતા અને તેમણે સવારે ૧૧.૦૦ કલાકે જુનાગઢ જેલની મુલાકાત લીધી હતી.

તેમજ આરોપી જોશીએ જુનાગઢ જેલનાં અધિક્ષક એસ.એલ. ઘુસા વગેરે પાસેથી કેદીના મોતનાં મામલે માહિતી મેળવી હતી અને તપાસ પુછપરછ પણ કરી હોવાનું જાણવા મળેલ છે.

આ દરમ્યાન બન્નો જોશી જુનાગઢ એસ.પી. રવિ તેજા વાસમ શેટીને પણ મળ્યા હતા અને જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

રાજકોટ જેલનાં એસ.પી. બન્નો જોશી મૃતક કાચા કામનાં કેદીના પરિવારજનોને પણ મળ્યા હતા. અને મૃતદેહ સ્વીકારી લેવા સમજાવ્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

પરંતુ આ મામલો હજુ ઉકેલાયો ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

છેલ્લે ગઇ સાંજે બન્નો જોશીએ જુનાગઢ જેલ ખાતે સાંજના પ-રપ કલાકે પરત જવાની નોંધ કરાવી હોવાનું જેલ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

(2:56 pm IST)