Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જૂનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલના ડો. શૈલેષ જાદવએ કોરોનાના દર્દીને મોતના મુખમાંથી બચાવ્યા

બીએસએનએલના નિવૃત અધિકારી દિનેશભાઇ તેરૈયા, પત્નિ પુત્ર સહિત પરિવાર ૧ લી સપ્ટે. કોરોનાની ઝપટે ચડેલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૨: જૂનાગઢ બીએસએનએલના નિવૃત અધિકારી દિનેશકુમાર એસ તેરૈયા તેમના પત્નિ મધુબેન અને પુત્ર કલ્પિતને તા. ૩૧ ઓગસ્ટના રોજ તાવ આવતા આખો પરિવાર નિદાન અને સારવાર માટે ડો.ડી.પી. ચિખલીયાની ત્રિમુર્તિ હોસ્પિટલ ખાતે ગયા હતા.

દરમ્યાન ડો. દેવરાજ ચિખલીયાએ તેમની હોસ્પિટલમાં ૧૧ વર્ષથી આઇસીયુ હેડ તરીકે સેવા આપતા એનેસ્થેટીસ્ટએનક્ષ્ડ ઇન્ટેન્સીવીસ્ટ અનુભવી ડો.શૈલેષ જાદવ પાસે નિદાન માટે મોકલતાં ડો. શૈલેષ જાદવે મધુબેન તેરૈયાને દવાઓ આપી અને માત્ર પાંચ દિવસમાં જ સ્વસ્થ બનાવી દીધા હતા બાદમાં તેના પતિ દિનેશભાઇની તબિયત વધુ ખરાબ જણાતા તેઓના સીટી સ્કેન સહીતના રીપોર્ટ કરાવતા ફેફસામાં ૭૦ થી ૭૫ ટકા ઇન્ફેકશન આવતા તેઓ ને પણ હોસ્પિટલમાં દાખલ કર્યા હોમ આઇસોલેશન રાખી દવાઓથી સંપૂર્ણ પણે સાજા કરી મોતના મુખમાંથી બચાવી લીધા હતા.

ડો. શૈલેષ જાદવ ત્રિમૂર્તિ હોસ્પિટલ ઉપરાંત તુલજા ભવાની હોસ્પિટલમાં કોવીડ-૧૯ની હોસ્પિટલમાં સેવા આપી તેઓ અને તેની ટીમ આજે અસંખ્ય કોરોનાના દર્દીઓને સારવાર આપી કોરોના મુકિત કરી કોરોના વોરિયર્સ સાબિત થઇ રહ્યા છે.

(11:32 am IST)