Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કલ્યાણપુરના પટેલકા ગામે કોરોના થયો હોવાની વાત ફેલાવાની શંકા રાખી આશા વર્કર પર હૂમલો

ખંભાળિયા,તા.૧૨: પટેલકા ગામે હીરજનવાસમાં રહેતાં અને આશાવર્કર તરીકે નોકરી કરતાં ચંપાબેન રામદેવભાઇ ચાવડા (ઉવ.૨૮) નામની મહિલાએ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, હાલ કોરોના વાયરસની મહામારી હોય દરેક લોકોનો ટેસ્ટ કરવાનો હોવાથી અને પોતે પટેલકા હેલ્થ કરે સેન્ટરમાં ફરજ પર હતા. ત્યારે ગીતાબેન ડાયાભાઇ ચાવડા નામની મહિલાને ટેસ્ટ કરવાનો હોવાથી અને પોતે પટેલકા હેલ્થ કેર સેન્ટરમાં ફરજ પર હતા. ત્યારે ગીતાબેન ડાયાભાઇ ચાવડા નામની મહિલાને ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમનો ટેસ્ટ કર્યા પછી તેમને કોરોના આવેલ હોવાની કોઇએ અફવા ફેલાવતાં આ અફવા મેં ફેલાવી હોવાની શંકા કરી ગીતાબેનના સસરાએ મને વાતચિત કરવા ઘરે બોલાવી હતી આથી હું ઘરે જતાં ગીતાબેનના પતિ દેવા ડાયા ચાવડા, નગારામજી ચાવડા, વિપુલ હરદાસ ચાવડા તથા હમા રામજી ચાવડા બધા સાથે મળી મારી સાગે ઝગડો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે મહિલાની ફરીયાદ પરથી ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)