Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જામનગરમાં ૧૫ ઓગસ્‍ટથી સેવાકીય કાર્યના લાભાર્થે જાદુગર રોબર્ટ દ્વારા ઇન્‍દ્ર મહાલના ગ્રાઉન્‍ડમાં નવો જાદુનો ખેલ

શ્રાવણી મેળા દરમિયાન જાદુગર રોબર્ટ દ્વારા બ્‍લેક મેજીક તરીકે લોકો જેને ઓળખે છે તેવા ખાસ જાદુના વિશિષ્ટ ખેલ રજૂ કરાશ

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ : જામનગરમાં તા.૧૫ ઓગસ્‍ટથી સેવાકીય કાર્યના લાભાર્થે જાદુગર રોબર્ટ દ્વારા ઇન્‍દ્ર મહાલના ગ્રાઉન્‍ડમાં નવો જાદુગર નો ખેલ કરવામાં આવનાર છે.

   ૧૫ ઓગસ્‍ટ થી ૨૭ ઓગસ્‍ટ સુધી ચાલનારા શ્રાવણી મેળા દરમિયાન જાદુગર રોબર્ટ દ્વારા બ્‍લેક મેજીક તરીકે લોકો જેને ઓળખે છે તેવા ખાસ જાદુના વિશિષ્ટ ખેલો આ કાર્યક્રમ દરમિયાન રજૂ કરવામાં આવશે.

  જે ખેલ નિહાળવા માટે અને સરકારી જીજી હોસ્‍પિટલમાં વિનામૂલ્‍યે એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરવાના સેવાકીય કાર્ય કરવા માટે આયોજન કરવા માં આવ્‍યું છે જેમાં સહયોગી બનવા જાદુગર રોબર્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

(2:06 pm IST)