Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભાણવડના બ્રહ્મસમાજ અગ્રણીના પુત્ર રચીતનું શોક લાગતા મૃત્‍યુ

સમગ્ર ગામ શોકમય : આજનો પાલિકા તાળાબંધી કાર્યક્રમ રદ્દ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૨ : ભાણવડના બ્રહ્મસમાજના અગ્રણી તથા ભાજપના ભાણવડ શહેર પ્રમુખ જીતુભાઇ જોશીના યુવાન પુત્રનું વીજ શોકથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઇ હતી.

વિગત પ્રમાણે ભાણવડના રચીત જીતુભાઇ જોશી (ઉ.૪૦) વાળા તેમની ફાર્મા કંપનીએ કંઇક કામ કરતા હતા ત્‍યારે ઇલેકટ્રીક શોકનો આંચકો લાગતા તેઓ ઢળી પડયા હતા. તાકીદે તેમને સારવાર માટે હોસ્‍પિટલે લઇ જવાયા હતા જ્‍યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્‍યુ પામેલા જાહેર કર્યા હતા.

મૃતક રચીતભાઇ અત્‍યંત મિલનસાર સ્‍વભાવના હતા તથા તેમના પિતા જીતુભાઇ જોશી સાથે ફાર્મા કંપની ચલાવતા હતા તથા એક પુત્રના પિતા હતા. તેમના મૃત્‍યુના સમાચારથી ભાણવડ તથા સમગ્ર દ્વારકા જિલ્લા ભાજપમાં ભારે શોકની લાગણી છવાઇ હતી તથા બ્રહ્મસમાજમાં પણ શોક છવાઇ ગયો હતો.

આ ઘટના થતાં આજે બપોરે ૧૧ વાગ્‍યે ભાણવડ પાલિકામાં કોંગ્રેસ સતાધારી જુથ દ્વારા ચીફ ઓફિસરની ગેરહાજરીના મુદ્દે તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કરેલો તે પણ આજે રદ્દ કરવામાં આવ્‍યો હતો.

(2:00 pm IST)