Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જામનગરના મોટા ભરૂડીયા ગામે પતિએ ચા-પાણી પીવા બાબતે ઠપકો આપતા પત્‍નિનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: લાલપુરતાલુકાના મોટા ભરૂડીયા ગામે રહેતા અજીતસિંહ ઉર્ફે અજયસિંહ મજબુતસિંહ જાડેજા, ઉ.વ.૩૦ એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર વર્ષાબા અજીતસિંહ ઉર્ફે અજયસિંહ મજબુતસિંહ જાડેજા, ઉ.વ.ર૩ વાળાને તેના પતિ અજીતસિંહ ઘરકામ કરવા બાબતે અવાર-નવાર કહેતા અને તેની સાથે ઝઘડો કરતા હોય ગઈકાલ તા.૧૦-૮-ર૦રરના બપોરના સાડા બારેક વાગ્‍યે જાહેર કરનાર અજીતસિંહ તેના ઘરે જમીન તેની વાડીએ ખેતીકામ કરવા જવા નીકળેલ તે વખતે મરણજનાર વર્ષાબા એ ચા પાણી પીવા બાબતે બોલાચાલી કરતા પતિ અજીતસિંહએ ઠપકો આપેલ હોય મરણજનાર વર્ષાબા તામસી સ્‍વભાવની હોય જેથી તેને મનમાં લાગી આવતા પોતે પોતાના હાથે તેના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

રકકા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અખ્‍તરભાઈ હાજીભાઈ નોયડા એ ફરીયાદ  નોંધાવી છે કે, તા.૧૧-૮-ર૦રરના રકકા ગામે આરોપીઓ અદ્રેમાન દોષમામદ નોયડા, અકબર મામદ નાઈ, કાંતીભાઈ જેઠાભાઈ બોથાણી, નીઝમ અલ્લારખા મકરાણી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦૭પ૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

જોગવડ ગામે જુગાર

રમતા ત્રણ ઝડપાયા

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જગદીશભાઈ લખુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૮-ર૦રરના જોગવડ ગામ રામદેપીરના મંદીરના બાજુમાં રહેતા કિશન રઘુ સોલંકી ના મકાન સામે આવેલ ગલીમાં આરોપીઓ મુકેશભાઈ કિશોરભાઈ સોલંકી, ધીરૂભાઈ નરશીભાઈ રાઠોડ, કિશન રઘુભાઈ સોલંકી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૩૩૪૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

જોગવડ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જગદીશભાઈ લખુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૮-ર૦રરના જોગવડ ગામ રામદેપીરના મંદીરના બાજુમાં રહેતા અજુ રામદે ગઢવીના મકાન સામે રોડ પર આરોપીઓ અજુભાઈ રામદેભાઈ મધુડા, દિલીપભાઈ બાનાભાઈ મકવાણા, ભીખુભાઈ નારણભાઈ રાઠોડ, વિરાભાઈ ડાયાભાઈ ડડેચા  એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૬૮૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું

જોગવડ ગામ પડાણાના પાટીયા પાસે વછરાજ કોમ્‍પ્‍લેક્ષ આશાપુરા ફર્નીચર ઉપર હિતેનભાઈ ધીરજલાલ હરણીયાના રૂમમાં રહેતા રશપાલસિંગ બલકારસિંગ, ઉ.વ.૪૦ વાળા એ મેઘપર (પડાણા) પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૧-૮-ર૦રરના જતીંદરસિંગ મસાસિગ બચનસિંગ, ઉ.વ.૩૩ એ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે થી પોતાના રૂમના છતમાં પાંખમં દુપટ્ટો વડે ગાળફાંસો ખાઈ મરણ થયેલ છે.

(1:58 pm IST)