Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

લીલીયામાં દારૂ સાથે બે ઝડપાયા

 અમરેલી : લીલીયા તાલુકાના સલડી ગામે સ્‍મશાન પાસે બે ઇસમો ફોર વ્‍હીલ કારમાં વિદેશી દારૂની બોટલોની હેરફેર કરે છે તેવી બાતમી આધારે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતા (૧) વિશાલ સુરેશભાઇ પરમાર (ઉવ.૨૫) રહે. સલડી તા. લીલીયા, (૨) કલ્‍પેશ વિષ્‍ણુભાઇ જોષી (ઉવ.૨૯) રહે. લીલીયા રેલ્‍વે સ્‍ટેશન પાસેથી ઝડપી લીધા હતા અને જગુ વાલાભાઇ વાળા રહે. લાલાવદર નાસી ગયો હતો. ત્‍યારે બોટલ નંગ-૪૦, કિં. રૂા.૧૮,૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિં. રૂા. ૯૦૦૦ તથા ફોર વ્‍હીલ જીજે-૧૯-એએમ-૬૫૭૬ કિં. રૂા. ૨,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂા. ૨,૨૭,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

(4:11 pm IST)