Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જૂનાગઢમાં આઠ મહિલા સહિત ૧૨ શખ્‍સોની જુગાર રમતા ધરપકડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૨ : જૂનાગઢમાં પોલીસે બે જગ્‍યાએ દરોડા પાડીને આઠ મહિલા સહિત ૧૨ શખ્‍સોને રક્ષાબંધનનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. ૩૭ હજારની રોકડ કબ્‍જે કરી હતી.

જૂનાગઢમાં માઢ સ્‍ટ્રીટમાં આવેલ ચિન્‍મય એપાર્ટમેન્‍ટનાં બ્‍લોક નં. ૧૦૨માં રહેતા હરેશભાઇ બચુભાઇ કોટક તેના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમી મળતા એ ડીવીઝન પીઆઇ શહેરના માર્ગદર્શનના પી.એસ.આઇ બી.કે. ચાવડા તેમજ કોન્‍સ. ખીમાણદભાઇ સોલંકી વગેરેએ રાત્રે દરોડો પાડયો હતો.

 જેમાં પોલીસે હરેશ કોટક તેમજ તેના પત્‍ની સંગીતાબેન તથા રાજેશભાઇ પરસોતમભાઇ ધનેશા, રીમાબેન દોલતગીરી ગૌસ્‍વામી, લીતાબેન કરશનભાઇ પરમાર, હંસાબેન રમેશભા ખોરાસીયા, ચારૂબેન હસમુખભાઇ દુલા અને ક્રિષ્‍નાબેન શશીકાંત ધાધલને જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રૂા. ૨૧,૭૭૦ની રોકડ રકમ કબ્‍જે કરીને તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્‍ય એક દરોડામાં એ ડીવીઝનના હેડ કોન્‍સ. ડી.એલ.બકોત્રા વગેરેએ દોલતપરામાં એકતા એપાર્ટમેન્‍ટની બાજુમાં જાહેરમાં જુગાર રમતા અશોકભાઇ પ્રવિણભાઇ સોઢા તથા તેમની પત્‍ની ભાવનાબેન તેમજ જોરૂભાઇ મુળુભાઇ વાળા અને હંસાબેન મનસુખભાઇ મકવાણાને રૂા. ૧૬,૧૦૦ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:41 pm IST)