Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કેશોદ પાસે મોટરસાયકલ સાથે વોંકળામાં ખાબકતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ

માંગરોળના પ્રૌઢનું ડુબી જવાથી મોત

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૨ : કેશોદ પાસે મોટર સાયકલ સાથે વોંકળામાં ખાબકતા પરપ્રાંતીય યુવાનનું મોત થયાનું જાણવા મળે છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામ પાસે આવેલી ભાદરડી નદીના વોંકળાના પુલ ઉપરથી મધ્યપ્રદેશનો ૩૬ વર્ષીય યુવાન નાનસીંગ બીયાભાઇ બરેલા એમપી૦૬-એમવી-૨૨૬૮ નંબરના મોટરસાયકલ પર બેસીને પસાર થતો હતો.

ત્યારે નાનસીંગ કોઇ રીતે બાઇક સહિત વોંકળામાં ખાબકયો હતો જેના કારણે તેનું ડુબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગેની જાણ થતાં કેશોદ પોલીસે દોડી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી.

આવાજ અન્ય એક બનાવમાં માંગરોળના પ્રૌઢ તુલસીભાઇ પ્રેમજીભાઇ ગોસીયાનું જેટી ઉપર મોજાની થપાટથી પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું.

(4:08 pm IST)