Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

દામનગર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિશ્વ સિંહ દિન રેલી

દામનગર શહેરની વિવિધ શેક્ષણિક સંસ્થા દ્વારા છાત્રા ઓની વિશ્વ સિંહ દિવસે રેલી યોજાઇ. શહેરના મુખ્ય રાજ માર્ગો ધ્યાનાકર્ષક રીતે સિંહ ના માસ સાથે પોસ્ટર બેનર અને સિંહ બચાવોના સુત્રોચારના નાદ સાથે શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં ૨ અને કે કે નારોલા પ્રાથમિક શાળા નં -૩ના વિદ્યાર્થી ઓની વિશાળ રેલી શહેરભરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. મનુષ્ય જેમ કુદરતી  પ્રકૃતિ ના ખોળે ઉછળ કૂદ કરતા  પ્રાણીઓના અધિકાર અને રક્ષા માટે અસંખ્ય કાયદા ઓ નીતિ છે છતાં વન્ય પ્રાણી ઓ ઉપર ક્રૂરતાના બનાવો વધી રહ્યા છે આ માટે જનજાગૃતિ અને અવરનેસ થતા રહે છે અને એક દિવસ દિન વિશેષ તરીકે ઉજવી સંતોષ માની છીએ વર્ષે સિંહના કુવામાં કે રેલવે અકસ્માતો અને સિંહ ના શિકાર ના બનાવો પણ થતા રહે છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસે  દામનગર વિવિધ શૈક્ષણિક શાળા ઓના છાત્રાઓ દ્વારા સિંહ બચાવો ની હદય સ્પર્શી અપીલ કરતી રેલી ઓ યોજાય હતી.

(4:08 pm IST)