Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સ્વચ્છ વિદ્યાલય એવોર્ડમાં હળવદની સરકારી શાળા નંબર-૪ની રાજ્ય કક્ષાએ પસંદગી થઈ

હળવદ : વડાપ્રધાન  દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ અભિયાન શરૃ કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારઁ -૨૦૨૧/૨૨ અંતર્ગત શ્રેષ્ઠ કાર્ય કરતી આવી શાળાઓને યોગ્ય માપદંડોથી મૂલ્યાંકિત કરી તેને પુરસ્કાર આપી સન્માનિત કરવા માટે રાજ્ય કક્ષાએ પણ 'સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર'ની શરૃઆત કરવામાં આવી છે.'સ્વચ્છ વિધાલય પુરસ્કાર અંતર્ગત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વર્ષ ૨૦૨૧/૨૨ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી શાળાઓને સન્માનિત કરવાનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૩ને મંગળવારના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, બોડકદેવ,અમદાવાદ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં  પે સે.શાળા નંબર-૪ સમગ્ર મોરબી જિલ્લામાં ઓલઓવર કેટેગરીમાં પ્રથમ સ્થાન પામતા રાજ્યકક્ષાએ પસંગી થતાં શાળાના આચાર્ય ,બે શિક્ષક અને સાથે બાળ સંસદમાં પસંદગી પામેલા શાળાના પાંચ વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતે સન્માન સમારોહમાં ઉપસ્થિત થશે. આ તકે રાજ્યમાં સમગ્ર મોરબી જિલ્લાનું અને સરકારી શાળાઓનું ગૌરવ વધારતા  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને હળવદ તાલુકા બી.આર.સી તથા સી.આર.સી.એ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.(

(12:54 pm IST)