Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

દેશના અગ્રીમ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇની આજે જન્‍મજયંતિ

જસદણ : દેશને સ્‍પેસ ટેકનોલોજી ક્ષૈત્રે અમૂલ્‍ય ગૌરવ અપાવનારા ડો. વિક્રમ સારાભાઇની આજે શુક્રવારે ૧૦૩ મી જન્‍મજયંતિ અવસરે શબ્‍દાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે જયંતભાઇ મોવલિયાએ જણાવ્‍યું હતું કે ૧ર ઓગષ્‍ટ ૧૯૧૯ માં જન્‍મેલા અને ર૧ ડિસેમ્‍બર ૧૯૭૧ માં અવસાન પામેલ અવકાશ યુગના પ્રણેતા ડો. વિક્રમ સારાભાઇએ વર્ષો સુધી દેશ માટે કામ કરી એક ખરા અર્થમાં નોંધપાત્ર સેવા પ્રદાન કરી તેનો લાભ આજે પણ લોકો લઇ રહ્યા છે. તે કયારેય ન ભુલાશે. એમણે કરેલા અનેક વૈજ્ઞાનિક સંશોધન દેશના હજજારો લાખો વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. તે આવનારી પેઢી માટે ઉપયોગી અને માર્ગદર્શન બની રહેશે. છેલ્લે જયંતભાઇ મોવલિયાએ ડો. વિક્રમ સારાભાઇને આજે જન્‍મજયંતિ નિમિતે તેમના સદ્દકાર્યો યાદ કરી વંદન પાઠવ્‍યા હતા

(12:48 pm IST)