Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સૌરાષ્‍ટ્રભરમાં આજે રાત્રે ઉર્ષ નૂરી ઉજવાશે

આલા-હઝરતના સુપુત્ર અને હુજુર મુફતીએ આઝમ હિન્‍દનો રાત્રે ૧.૪૦ વાગ્‍યે કુલ શરીફ થશે : રાજકોટમાં ફારૂકી મસ્‍જીદ પોરબંદરમાં નગીના મસ્‍જીદમાં ધોરાજી બહારપુરા મેદાનમાં ગોંડલ જમાતખાનામાં કાર્યક્રમ : જુનાગઢમાં ભવ્‍ય જલ્‍સોઃ દારૂ ઉલૂમ અન્‍વારે મુસ્‍તુફાને પદવીદાન સમારોહ પણ સાથેઃ અત્‍યાર સુધીમાં ૧૩૦ હાફિઝો બન્‍યા

રાજકોટ તા.૧ર : સુન્‍ની સંપ્રદાયના વડા આલા હઝરત ઇમામ અહેમદ રઝાખાન ફાઝીલે બરૈલી (રહે.)ના સુપુત્ર હજુર મુફતી-એ-આઝમ હીન્‍દનો ૪રમો ઉર્ષ ‘ઉર્ષે નુરી'ના સ્‍વરૂપે આજે સૌરાષ્‍ટ્રભરમાં ઠેર ઠેર ઉજવવામાં આવશે. ખાસ કરીને આ ઉર્ષના કાર્યક્રમમાં રાત્રિના ૧.૪૦ વાગ્‍યે કુલ શરીફ થશે અને એ પછીસમાપ્‍તિ થશે જેઓ જલ્‍સાઓની વિશેષતા છે.

જેમાં ધોરાજી બહારપુરા મેદાનમાં રઝવી કમિટી દ્વારા ૧૦ થી ૧૧.૩૦ સુધી આ કાર્યક્રમ યોજાયો છે. જેમાં કારી જુનૈદ શામી તથા મુફતી ગુલામ ગૌષ અઝવી સહિત તકરીરો કરશે.

રાજકોટમાં ફારૂકી મસ્‍જીદમાં ટુંકો કાર્યક્રમ યોજાયો છે. જેમાં હાફિઝા મો. હુસૈન મિસ્‍બાહી તકરીર કરશે.

પોરબંદર નગીના મસ્‍જીદમાં ઉર્ષે નૂરી યોજાશે. તેના સૈયદ સલીમબાપુના પ્રમુખ સ્‍થાને મુફતી અબ્‍દુલ સતાર હામદાની તકરીર કરશે નૂરી મંત્ર કમિટી દ્વારા આ કાર્યક્રમ યોજાયો છે.

યારે ગોંડલ મેમણ જમાતખાનામાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો છે. મુફતી જુનૈદરઝા અઝહરી (નડીયાદ) તથા મુફતી દાનિ શરકત હશમની (ગોંડલ) હાફિઝ અનસ બરકાતી (ગોંડલ) તકરીરો કરશે અને રાત્રે ૧.૪૦ વાગ્‍યે કુલ શરીફ થયા પછી આ કાર્યક્રમ પુરો થશે તેમ હાજીર ઉર્ફે નુર સુમારે એક યાદીમાં જણાવ્‍યું છે.

શાનદાર આયોજન

જુનાગઢ : સૌરાષ્‍ટ્ર સુની વડા અને આ'લા હઝરતના સુપુત્ર હજુર મુફતીએ આઝમે હિન્‍દના ખલીફા અને અમીરે સુન્‍નત તરીકે પંકાયેલા હઝરત પીર નુરમોહમંદ બાપુ મારફાની સાહેબ સ્‍થાપિન ખાનકાહે રઝવિલ્લાહ નુરી દ્વારા ૧૪મી મોહરમના હઝરત ઇમામ આલી મુકામે તથા હઝરત મુફતી આઝમ હિન્‍દીની યાદમાં ઉજવાતા જશ્ન આ વખત પણ જુનાગઢમાં રાબેતા મુજબ શુક્રવારે રાત્રે ૧૦ વાગ્‍યે મર્કઝે એહલે-સુન્‍નન, મસ્‍જીદે રઝા જુનાગઢ ખાતે ઉજવવામા આવનાર છે.

આ દસ્‍તારબંદીના જલ્‍સાનું પ્રમુખ સ્‍થાને રોહઝાદએ ખલીફએ હુઝુર મુફતીએ આઝમ હિન્‍દ પીરે તરકીત હુઝુર ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ (નુરી) સંભાળશે.

આ દસ્‍તારબંદીના જલ્‍સામાં મધ્‍યપ્રદેશના જોશીલા વકત હઝરત મુફતી ગુલામ જીલાની અઝહરી ખંડવા (એમ.પી.) તથા હઝરત અલ્લામાં મુફતી સૈયદ હામીદ રઝા બોમ્‍બે તથા હઝરત મુફતી હસીબુ રહેમાન જુનાગઢ સહિતના વકતાઓ સંબોધશે

આ દસ્‍તારબંદીના જલ્‍સામાં સૌરાષ્‍ટ્રમાં સૌ પ્રથમ વખત પધારતા શાઇરે ઇસ્‍લામ હઝરત કારી અખ્‍તર રઝા બરૈલી શરીફ(યુ.પી.) હાજર રહી તેમના મધુર કંઠે નાતે રસુલ તથા મનકબત રજુ કરશે.

આ  દસ્‍તારબંદીના જલ્‍સામાં હઝરત  મુફતી અસગરઅલી દારૂલ ઉલુમ શાહે આલમ અહમદાબાદ મૌલાના બશીર અહમદ નિઝામી રાજકોટ, મુફતી મુન્‍વ્‍વર રઝા ધોરાજી, મૌલાના અબ્‍દુલ કાદીર કેશોદ, હાફીઝ મો.સાબીર રઝા, જુનાગઢ મૌલાના હબીબુલ્લાહ મિસ્‍બાહી જુનાગઢ  મૌલાના સૈયદ સાજીદ બાપુ, મુસ્‍તફા  જુનાગઢ જનાબ હાજી લિયાકત રઝા જામજોધપુર વગેરે ઉપસ્‍થિત રહેશે.

આ દસતારબંદીના જલ્‍સામાં જુનાગઢ દારૂલ ઉલુમ અન્‍વારે મુસ્‍તફાના તાલીમાર્થીઓમાંથી (પ) તાલીબે ઇલ્‍મોએ આલીમની ડીગ્રી પ્રાપ્‍ત કરેલ હોય તેઓને દસ્‍તારે ફઝીલત (સર્ટીફીકેટ) તથા (૬) તાલીમે ઇલ્‍મોએ કુર્આનશરીફને મોઢે કઠન કરેલ હોય તે હાફીઝોને દસ્‍તારે હિફઝ દસ્‍તારે હિફઝ (સર્ટીફીકેટ) આપવામાં આવશે. અત્‍યાર સુધીમાં આ સંસ્‍થા દારૂલ ઉલુમા અન્‍વારે મુસ્‍તફામાંથી (૧૩૦) તાલીમાર્થીઓ આલીમ, ફાઝિલે હાફીઝ તેમજ કારી બની દેશ તથા વિદેશમાં દિન અને સુન્‍નીયતની સોવઓ આપી રહયા છે.

આ દસ્‍તાબંદીના જલ્‍સાને સોરઠની ધરા ઉપર ભવ્‍ય સફળતા આપવા માટે મોટી સંખ્‍યામાં સુન્‍ની મુસ્‍લીમ બિરાદરોનેઉમટી પડવા ખાનકાહે રઝવિય્‍યાહ નુરીયયાહએ અપીલ કરી છે.

આ દસ્‍તારબંદીનાજલ્‍સાનેસોરઠ ધરા ઉપર ભવ્‍ય સફળતા આપવા માટે મોટી સંખ્‍યામાં સુન્‍ની મુસ્‍લીમ બિરાદરોને ઉમટી પડવા ખાનકાહે રઝવિય્‍યાહ નુરીય્‍યાહએ અપીલ કરી છે.

આ દસ્‍તાબંદીના જલ્‍સામાં શોહદાએ કરબલાની શાનમાં શાનદાર તકરીરો થશે અને રાત્રે ૧.૪૦ વાગ્‍યે મુફતીએ આઝમે હિન્‍દ કુલ શરીફ થશે સલામતો સલામ અને દુઆ પુર્ણ થયા બાદ લંગરે નૂરી (આમ ન્‍યાઝ) જમાડવામાં આવશે.

(12:30 pm IST)