Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વડિયાની શ્રી સુરગવાળા હાઈસ્કૂલના બાળકો દ્વારા સિંહ બાળ રેલી

 વડિયા : વડિયામાં વિશ્વ સિંહ દિવસ નિમિતે લોક જાગૃતી લાવવા વડિયાની શ્રી સુરગવાળા હાઈસ્કૂલ ના બાળકો દ્વારા વડિયા ગામની મુખ્ય બજાર મા પ્રભાતફેરી રૃપે બાળકોએ સિંહ ના મુખોટા પહેરી રેલી યોજી ને સિંહ બચાવો,પર્યાવરણ બચાવો, પ્રકૃતિ બચાવોના નારા લગાવ્યા હતા. ત્યારે વડિયાની સવાર જાણે સિંહમય બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સિંહ એ એશીયા મા ફકત એક માત્ર સાસણ મા જોવા મળે છે તેને બચાવવાં, તેનું રક્ષણ કરવુ એ આપણી નૈતિક ફરજ બને છે ત્યારે વિશ્વ સિંહ દિવસ નિમિતે શાળાના બાળકો દ્વારા એક સરાહનીય પ્રયાસ કરતા જોવા મળ્યો છે. આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો સહીત સમગ્ર સ્ટાફ જોડાયો હતો. અને સિંહ બચાવોનો સંદેશો આપ્યો હતો.

(12:27 pm IST)