Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોટી પાનેલી-લાલપુર-ભ.ભેરાજા-ર, જોડિયા-ભાયાવદરમાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્‍ચે વરસતો હળવો ભારે વરસાદ

મોટી પાનેલીમાં વરસાદ વરસતા સર્વત્ર  પાણી-પાણી થઇ ગયું છે. (તસ્‍વીર - અહેવાલ : અતુલ ચગ-મોટી પાનેલી) (પ-

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે. આવા વાતાવરણ વચ્‍ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ઉપલેટાના મોટી પાનેલી, જામનગર જીલ્લાના લાલપુર અને કાલાવડના ભ.-ભેરાજામાં ર ઇંચ તથા જામનગર જીલ્લાના જોડીયા તથા ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જીલ્લાના માણાવદરમાં ર, કેશોદમાં ૧, માળીયા હાટીનામાં દોઢ વિસાવદર અને મેંદરડામાં પોણો ઇંચ તથા જુનાગઢ-ભેંસાણ, વંથલીમાં ઝાપટા વરસ્‍યા છે.

જામનગર

(મુકંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩ર મહત્તમ ર૬.પ લઘુતમ ૯૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં ધ્રોલ-ર૦ મી. મી., જામનગર-૧પ મી. મી., લાલપુર પ૧ મી. મી. જામજોધપુર-૪ મી. મી., જોડીયા રપ -મી. મી. વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કાલાવડ તાલુકાના ભ.ભેરજામાં-ર, ઇંચ તથા જામનગરના ફુલ્લા, જામજોધપુરના ધ્રાફા, લાલપુરના મોટા ખડવામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે કાલાવડના નવાગામ અને મોટા પાંચદેવડામાં એક ઇંચ વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાના વસઇ, લાખાબાવળ, મોટી બાણુગાર, જામવંથલી, ધુતારપુર, અલીયાબાડા, દરેડ, હડીયાણા, બાલંભા, પીઠડ,

લતીપુર, જાલીયાદેવાણી, નિકાવા, ખરેડી, મોટા વડાળા, નવાગામ, સમાણા, જામવાડી, વાંસજાળીયા, ધુનડા, પરડવા, પીપરટોડા, ભણગોર, મોડપર, ડબાસંગમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : છેલ્લા ર૪ કલાકમાં ઉપલેટામાં એક ઇંચ વરસાદ પડે છે તાલુકાના ગામડાઓમાં ગઇકાલે મોટી પાનેલીમાં બે ભાયાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયેલ જયારે આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાં બે થી એક ઇંચ વરસાદ પડયાના સમાચાર મળે છે ઉપલેટા તાલુકાના મોજ ડેમ ઉપર ર૪ કલાક દરમિયાન ર૦ મીલી મીટર વરસાદ પડેલ છે. મોજ ડેમ ઉપર કુલ વરસાદ ૬રપ મીલી મીટર થયેલ છે જયારે તાલુકાના વેણુ ડેમ ઉપર ર૪ કલાક દરમિયાન ૧પ વરસાદ પડેલ છે ૩પ૦ મિલીટર થયેલ છે ડેમનું એક પાટીયું છ ઇંચ ખુલ્લુ રાખવામાં આવેલ છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં રક્ષાબંધન ના પવિત્ર દિને સવારે સાડા દસ વાગ્‍યે મેઘરાજાએ દસ્‍તક દીધી હતી જે દોઢ કલાક જેવો વરસતા પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. નાના નાના ચેક ડેમો ફરીથી  છલકાઇ ગયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતાં.

(12:25 pm IST)