Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વિરમગામ શાંતિ જીન કલા ભકિત મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાશે

 વઢવાણ : વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે કચ્છ દેશોદ્વારક આચાર્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન વર્ધમાન તપોનિધિ  પરમ પૂજ્ય આચાર્ય અમિતયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી વિરમગામ શહેરમાં શાંતિજીન કલા ભકિત મંડળની ૮ વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી. આ  મંડળ ની  નવમી સાલગીરા નિમિત્તે આચાર્ય હરિકાંત સૂરીશ્વરજી મહારાજ, હ્રીં કાંત વિજયજી, મુનિ કાસ્યપરત્ન વિજયજી મહારાજની  શુભ નિશ્રામાં વિરમગામ શહેરમાં આવેલ. અતિ પ્રાચીન જીનાલયમાં બિરાજમાન આદેશ્વર  ભગવાન ઉપર વર્ધમાન શક્રસ્તવ અભિષેક ધારા તા. ૧૨ શુક્રવારે સવારે ૭ કલાકે રાખવામાં આવેલ છે. શક્રસ્તવ  અભિષેકમાં પંચામૃત, શુદ્ધ નદીઓના જળ પુષ્પવૃષ્ટિ અને સુગંધી દ્રવ્યો સાથે આદિનાથ ભગવાન ઉપર અભિષેક ધારા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે  મહાપુજા સંધ્યાભકિત ,કુમારપાળ મહારાજાની આરતી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ વર્ષથી શાંતિજીનકલા  ભકિત મંડળના યુવાનો દ્વારા દરરોજ નિયમિત જિનાલયમાં સંધ્યાભકિત  કરવામાં આવે છે. તેમજ શાંતિજીન કલા ભકિત મંડળના નાના નાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષથી તેઓ નિયમિત પાઠશાળામાં  ભણી રહ્યા  છે અને છેલ્લા ઘણા વર્ષો થી આ યુવાનો  બહારગામ પર્યુષણ પર્વ ની આરાધના  કરાવી રહ્યા છે.   આ શક્રસ્તવ અભિષેકમાં વિરમગામ શહેરના જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.  શાંતિજીનકલા ભકિત મંડળના આ કાર્યક્રમને સફળ બનાવવા તન મન અને ધનથી  દરેક સભ્યો  અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આ શક્રસ્તવ અભિષેકનો લાભ શ્રી શાંતિજીનકલા ભકિત મંડળે લીધેલ છે.(

(12:23 pm IST)