Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

લોધીકા તાલુકા પંચાયતની ૧૫ ટકા વિવેકાનંદ નિધીની ગ્રાન્ટમાંથી સ્ટ્રીટ લાઈટોનું કામ પૂર્ણ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૧૨ :  ''સૌનો સાથ સૌનો વિકાસ'' સુત્રને સાકાર કરતા લોધીકા તાલુકા પંચાયત ગ્રામપંચાયત તેમજ ભાજપ સંગઠનના હોદેદારો  ૧૫ ટકા વિવેકાનંદ નિધીની ગ્રાન્ટ માંથી   તાલુકા પંચાયત તેમજ તાલુકા ભાજપ સંગઠન ગ્રામપંચાયત ના હોદેદારો આગેવાનોના પ્રયત્નો લોધીકા થી રીબડા ગોંડલ જતા રોડના ડિવાઇડર ઉપર તાલુકા પંચાયત થી પીજીવીસીએલ સબ ડિવિઝન સુધી સ્ટ્રીટ લાઈટો નું કામ પૂર્ણ કરી અજવાળા પાથરવામાં આવેલ છે તેવું લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી ઉપ પ્રમુખ કિશોરભાઈ વસોયા ઉપસરપંચ દિલીપભાઈ મારકણા તેમજ તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ પંચાયત સરપંચ આગેવાનો હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(12:04 pm IST)