Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોરબીઃ રણછોડનગરમાં જુગારધામ પર પોલીસ ત્રાટકીઃ બે મહિલા સહિત ૧૦ ઝડપાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૨:  સીટી બી ડિવિઝન પોલીસ ટીમ રણછોડનગરમાં પેટ્રોલિંગમાં હતી, એ સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી નીખીલભાઇ રાજેશભાઇ સોલંકી સાંઇબાબાના મંદિર પાછળ આવેલા તેના રહેણાંક મકાનમાં જુગાર ધામ ચલાવે છે. જેના આધારે પોલીસ દરોડા પાડ્‍યા હતા. જયાં નીખીલભાઇ રાજેશભાઇ સોલંકી, વિજયભાઇ નાગજીભાઇ રાવા, આવેશભાઇ અબ્‍બાસભાઇ નોડે, દેવાંગભાઇ જગદીશભાઇ લાંઘણોજા, શાંતીલાલ કેશુભાઇ કિડીયા, સંજયભાઇ દિનેશભાઇ ગજીયા, અજયભાઇ પ્રેમજીભાઇ ઇન્‍દરીયા, શબ્‍બીરભાઇ હારૂનભાઇ માણેક, હંસાબેન માધુભાઇ ડાભી અને ગીતાબેન રમેશભાઇ ધરજીયા ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૬૨,૩૧૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ ૪ તથા ૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(11:10 am IST)