Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભારે ગરમી અને બફારા વચ્ચે કચ્છમાં ઝરમર ઝરમર, ઝાપટાથી લઈ બે ઈંચ વરસાદ: હજી આજેય આગાહી

ભુજના બળદિયા ગામે મંદિરના શિખર ઉપર વીજળી પડી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨

 કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે ગરમી અને બફારા નું વાતાવરણ છે. તેની વચ્ચે છેલ્લા પાંચેક દિવસથી અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને પગલે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને એક રાપર તાલુકાને બાદ કરતાં કચ્છના નવેનવ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જોકે, ક્યાંક ઝાપટાં હતા તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. ભુજ, મુન્દ્રા, નખત્રાણા, લખપતમાં એક ઈંચ, જ્યારે માંડવીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. ભચાઉ, અંજારમાં અડધો ઈંચ, ગાંધીધામ, અબડાસામાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જોકે, શુક્રવારે ભુજના ખાવડા પંથકના અમુક ગામોમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. હજીયે ગરમી અને બફારા ના માહોલ વચ્ચે આજે વરસાદની આગાહી છે.

(10:35 am IST)