Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પોરબંદર જેસીઆઇ દ્વારા સિંગિંગ કોમ્‍પીટીશન યોજાઇઃ વિજેતાઓનું શિલ્‍ડ - મોમેન્‍ટો આપી સન્‍માન

પોરબંદર, તા.૧૨: સિંગિંગ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં ૨૬ નવોદિત કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી.

વોઇસ ઓફ પોરબંદર સિંગિંગ કોમ્‍પિટિશન માટે યોજાયેલ પ્રિસિલેક્‍શનમાં પોરબંદર જિલ્લાના ૮૦ નવોદિત કલાકારોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું તેમાંથી ફાઇનલ સ્‍પર્ધા માટે ૨૬ યુવક યુવતીઓ અને બાળકોની પસંદગી કરવામાં આવી હતી.

પ્રિસિલેક્‍શનમાં પસંદગી પામેલ ૨૬ કલાકારોએ ફાઇનલ સ્‍પર્ધામાં પોતાની કલા રજૂ કરી હતી જેમાં સિનિયર વિભાગમાં કળશા ગોરખિયા પ્રથમ નંબરે, જીજ્ઞેશ પાટણેશા બીજા નંબરે અને જેનિષ ગાજરા ત્રીજા નંબરે વિજેતા જાહેર થયા હતા. જુનિયર વિભાગમાં રુદ્ર ઝાલા પ્રથમ નંબરે, એન્‍જલ મોઢવાડીયા બીજા નંબરે તથા કીશન મોઢવાડીયા ત્રીજા નંબરે વિજેતા બન્‍યા હતા. આ તમામ વિજેતાઓને સિલ્‍ડ અને મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ સ્‍પર્ધામાં કુલ ૮૦ કલાકારોએ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું તેમાંથી પ્રિસિલેક્‍શન રાઉન્‍ડમાં ૨૬ કલાકારોને પસંદ કરવામાં આવ્‍યા હતા. પસંદગી પામેલા આ સ્‍પર્ધકોને એક અઠવાડિયા સુધી પ્રખ્‍યાત કીબોર્ડ આર્ટિસ્‍ટ કપિલ જોશી અને ડૉ. રાજેશ કોટેચા દ્વારા સુર તાલનું જ્ઞાન અને તાલિમ આપવામાં આવી હતી.

વોઈસ ઓફ પોરબંદરને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રોનક દાસાણી, પ્રોજેક્‍ટ કન્‍સલ્‍ટન્‍ટ આતિયા કારાવદરા, પ્રોજેક્‍ટ ચેરમેન આકાશ ગોંદીયા કો-ચેરમેન રાધેશ દાસાણી, સેક્રેટરી પ્રિન્‍સ લાખાણી અને જેસીઆઈ પોરબંદરના તમામ સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

વોઇસ ઓફ પોરબંદર સીંગિંગ કોમ્‍પિટિશન કાર્યક્રમમાં પોરબંદરની તમામ સામાજિક સંસ્‍થાઓના હોદ્દેદારો, જ્ઞાતિ સમાજના પ્રમુખો અને ડોક્‍ટર મિત્રો સહિતના મહાનુભાવો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી જેસીઆઈ પોરબંદરના આ આયોજનને બિરદાવ્‍યું હતું.

નિર્ણાયક તરીકે શરદભાઈ જોશી, અલ્‍તાફભાઈ રાઠોડ અને અમીબેન પઢીયારે સેવા આપી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ કોટેચાએ કર્યું હતું.

(10:25 am IST)