Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાણાવાવ હાથી સિમેન્ટ ફેકટરીમાં દૂર્ઘટનમાં રેસ્ક્યુ કરાયેલ એક શ્રમિકને પોરબંદર હોસ્પિટલે ખસેડાયો

પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા હેલીકૉપટર લઈને બચાવ કામગીરીમાં જોડાયું

 

પોરબંદરની રાણાવાવ હાથી સિમેન્ટ ફેક્ટરીની ચીમનીમાં ફસાયેલા કામદારોનું રેસ્ક્યૂ, એક કામદારને જીવીત બહાર કઢાયો છે  અન્ય કામદારોને બહાર કાઢવા કવાયત તેજ છે  બહાર કાઢેલા મજૂર સંપૂર્ણ સ્વસ્થ હોવાનો દાવો છે. બીજીતરફ એક શ્રમિકને રાણાવાવ પ્રાથમિક સારવાર અપાય બાદ પોરબંદર હોસ્પિટલમાં ખસેડાયો છે પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા હેલીકૉપટર લઈને બચાવ કામગીરીમાં જોડાયું

 પોરબંદરની જાણીતી હાથી સિમેન્ટ ફેક્ટરીમાં બપોરના સમયે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 6 શ્રમિકો દટાયા હોવાની પુષ્ટી થઈ ચૂકી છે. અને તેમના માટે રેસ્ક્યૂ કામગીરી પણ હાથ ધરાઈ હતી. વાત તો ત્યાં સુધી પહોંચી કે પોરબંદર કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ પણ વાત કરી હતી.

(12:07 am IST)