Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સિહોર નગરપાલિકાના કર્મચારીઓની ભાવનગર સુધી પદયાત્રા : પડતર પ્રશ્ન મુદ્દે કલેક્ટરની રજુઆત

વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા કર્મચારી ગણ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રજૂઆતનો અનોખો રસ્તો અપનાવ્યો

ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રકકટ પર કામ કરતા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન યોજયું હતું. સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણાં વર્ષોથી પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા સિહોરથી ભાવનગર સુધીના 24 કિલોમીટરની પદયાત્રા નું આયોજન કર્યું હતું.

 

આ પદયાત્રામા મોટી સંખ્યામાં નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા. સિહોર નગરપાલિકાની કચેરીમાં ખાનગી કોન્ટ્રાક્ટ પધ્ધતિ કાયમી ધોરણે બંધ કરવા સહિતના અનેક પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. આ પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીઓ- તંત્રને નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા કર્મચારી ગણ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રજૂઆતનો અનોખ માર્ગ અખત્યાર કર્યો હતો.

જે અંતર્ગત આજરોજ સિહોર નગરપાલિકાના કર્મચારીઓ સવારે સિહોર નગરપાલિકાનાના પટાંગણમાં એકઠા થયા હતા. અને દલિત અધિકાર મંચના નેજા હેઠળ પદયાત્રાનો આરંભ કર્યો હતો. આ કર્મચારીઓએ સિહોર ટાઉનમાં આવેલ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી આ પદયાત્રા આજે સાંજે ભાવનગર પહોંચીને કલેક્ટર ને રજૂઆત કરી હતી.

(11:03 pm IST)