Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વડીલોપાર્જીત જમીન દરેક વારસદારોનો સરખો હોસ્સો થાય છે.પોરબંદરના માધવપુર ગામના વારસ પુત્રીઓ અંગે પોરબંદર જિલ્લા કલેક્ટરનો ચુકાદો

 

પોરબંદર વડીલોપાર્જીત જમીનમાં દરેક વારસદારોનો સરખો હિસ્સો થાય છે.પોરબંદર માધવપુર ગામના વારસ પુત્રી અંગે પોરબંદર જિલ્લા કલેકટરે ચુકાદો આપેલ છે.

લગ્ન પછી પણ વારસ પુત્રીનો હકક જતો થઈ શકે નહી. ડેપ્યુટી ક્લેક્ટરનો હુકમ રદ કરી પારબંદર જીલ્લા કલેકટરના મહત્વના ગુકાદો, કેસની વિગત મુજબ પોરબંદર તાલુકાના માધવપુર ગામના જુના રેવન્યુ સર્વે નં ૬૬૬/૨ પૈકીની જમીન કે જેના નવા રેવન્યુ સર્વે નં.૯૮૧ તથા જુના સર્વે નં.૮૫૫ કે જેના નવા રેવન્યુ સર્વે નં.૫૬૦ વાળી જમીન કરશનભાઈ માંડણભાઈ ભુવા ના નામે આવેલી હતી. અને આ જમીન કરશનભાઈ ને વારસામાં મળેલી જમીન હતી. અને આ જમીનમાં અપીલ કરનાર મીનાક્ષીબેન કરશનભાઈ ભુવાતે મીનાક્ષીબેન ભરતભાઈ ડાકી દ્રારા અપીલ દાખલ કરી તેની બંને બહેનો રીટાબેન અને પ્રજ્ઞાબેન દ્રારા તેની સંમતિ વગર અને તેની જાણ બહાર એન્ટ્રીઓ પડાવી લીધેલી હોય તે અન્વયે પ્રથમ મીનાક્ષીબેન દ્રારા નોંધ દુર કરવા માટે નાયબ કલેકટરશ્રી સમક્ષ અપીલ દાખલ કરેલી હતી. અને તે નામંજુર થતા તેની સામે જીલ્લા કલેકટરશ્રીમાં તેમના એડવોકેટ ભરતભાઈ બી, લાખાણી મારફતે વિગતવારની અપીલ દાખલ કરેલી હતી. અને અપીલમાં સ્પષ્ટ જણાવેલુ હતું. કે, વડીલોપાર્જીત જમીનમાં દરેક વારસદારોનો સરખો હીસ્સો થાય છે. અને કરશનભાઈ માંડાભાઈ ને વારસાઈ ધોરણે જમીન પ્રાપ્ત થયેલી હોય ત્યારે તેની દરેક સંતાનોનો સરખો હકક થાય છે.

 આમછતાં તેની બાકીની બે બહેનોએ મીનાક્ષીબેન નો હકક ડુબાડવા માટે ખોટી એન્ટ્રી પડાવેલ છે. અને તેઓની કયારેય સંમતિ લીધેલ ન હોય કે, બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-૧૩૫(ડી) ની નોટીસ બજાવેલ ન હોય અને સરકારશ્રીના પરીપત્રો મુજબ વડીલોપાર્જીત જમીનમાં જયારે હેયાતીમાં પણ વારસાઈ એન્ટ્રી પાડવાની થતી હોય ત્યારે તમામ વારસદારોની સંમતિ લેવી ફરજીયાત હોવાનુ ઠરાવેલુ હોય ત્યારે તેથી વિરૂઘ્ધમાં નાયબ કલેકટરે હુકમ કરેલો હોય એટલુ જ નહીં તેનુ જુનુ રેકર્ડ મળી આવતુ ન હોય ત્યારે તેની વિરૂઘ્ધમાં અનુમાન કરવાને બદલે નાયબ કલેકટર દ્રારજુનુ રેકર્ડ મળતુ ન હોવાના કારણે વડીલોપાર્જીત નથી. તેવુ માનીને અપીલ કાઢી નાંખેલી હોય પરંતુ કાયદાની જોગવાઈ મુજબ રેવન્યુ રેકર્ડ મેન્ટેન કરવાની જવાબદારી રેવન્યુ વિભાગની છે. અને ત્યાં રેકર્ડ ન મળે તો અન્ય કોઈને અન્યાય કરી શકાય નહીં. અને તે રીતે વિગતવાર અપીલ અરજી કરી તે સંબંધે દલીલ કરતા નામદાર જીલ્લા કલેકટર શ્રી અશોક શર્મા દ્રારા રેકર્ડ ઉપરના તમામ પુરાવા તથા એડવોકેટની દલીલ ઘ્યાને રાખી આ જમીનમાં અરજદાર મીનાક્ષીબેન કરશનભાઈ ભુવા નો પણ હકક અધિકાર હોવાનુ ઠરાવી ડેપ્યુટી કલેક્ટરનો હુકમ રદ મુળ એન્ટ્રી મુજ જમીન ફરીથી કરશનભાઈ માંડણભાઈ ભુવા ના ખાતે ટ્રાન્સફરકરવા અને બંને બહેનોના નામ પણ રદ કરવાનો હુકમ કરેલ છે.આ કામમાં અરજદાર મીનાક્ષીબેન કરશનભાઈ ભુવા વતી પોરબંદરનાં જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી,ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

(9:34 pm IST)